મધ્ય રેલ્વેનુ ૧૨ વર્ષથી રખડેલુ થાણા થી દિવા દરમિયાન પાચમી અને છઠ્ઠી લાઈનનુ કામ આગલા મહિનામાં પુરુ થશે પરંતુ કલ્યાણ થી કજૅત- ખપોલી,કસારા દરમ્યાન ત્રિજી અને ચૌથી લાઈનનુ કામ રખડવાને લીધે લોકલને મેલ એક્સપ્રેસની અડચણો કાયમ રહેવાના ચિન્હો જણાય છે.
દિવા, મુબ્રા, કલવા દરમ્યાનના પ્રવાસીઓ માટે દિવાથી લોકલ છોડવા બાબતે અધિકારીઓ મોઢામાં મગ ભરીને ચૂપ છે. તેમાં ટિટવાળા, આસનગામ, કસારા, અંબરનાથ, બદલાપુર, કજૅત,ખપોલી ખાતે થી મુંબઈ જનારી અથવા આવનારી ગાડીઓ પારસીક બોગદા માર્ગપર ન જતા કલવા મુબ્રામાર્ગે જશે તેથી પ્રવાસીઓનો સમય વધશે,પરિણામે આ માગૅપુરો થવા છતાં પ્રવાસીઓ ને કોઈ ખાસ રાહત મળશે નહીં પ્રવાસીઓના સમયની બચત અથવા તેમને વધુ લોકલ મળવાની શક્યતા બહુજ ઓછી છે. ફ્ક્ત કલ્યાણ થી વિદ્યાવિહાર દરમિયાન બે વધુ માગૅ ઉપલ્બધ થવાથીઆ ભાગ પુરતી માલગાડીઓ,મેલ એક્સપ્રેસના ટ્રાફીકમા રાહત મળવાની શક્યતા છે. મધ્ય રેલ્વેના મુખ્ય,હાબૅર, ટ્રાન્સહાબૅર માગૅપર દરરોજની એક હજાર ૭૭૫ લોકલ ફેરીઓ થાય છે. કોરોના અને મેગા બ્લોકને લીધે તે સર્વ લોકલ ફેરીઓ પુર્વપદે આવી નથી તેના લીધે હજુ દિલાસો મળ્યો નથી.
પાંચ મી અને છઠ્ઠી લાઈનનુ કામ પુરુ થતાં ઓછામાં ઓછી ૮૦ અને વધુમાં વધુ ૧૦૦ લોકલ ફેરા વધશે એવુ કહેવાય છે પરંતુ રેલ્વે અધિકારીઓ આ બાબતે બોલવા તૈયાર નથી. આ વધારાના ફેરાઓમા એસી લોકલ વધારવાનો પ્રસ્તાવ છે. તેનો ચોક્કસ ફાયદો કોને થશે


