ભિવંડીમાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધી ફ્લાયઓવરની ખરાબ હાલતને કારણે મ્યુનિસિપલ પ્રશાસને રૂ.૭ કરોડના ખર્ચે ફ્લાયઓવરના સમારકામની કામગીરી હાથ ધરી છે. થાણેના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર ફ્લાયઓવર ૧૧ ઓક્ટોબરથી ૩૧ જાન્યુઆરી સુધી લગભગ ૧૧૩ દિવસ માટે બંધ રહેશે. જોકે બે દિવસ બાદ ફ્લાયઓવરનું સમારકામ બે દિવસ મોડું શરુ થયું હતું. ફ્લાયઓવરના રિપેરિંગના કામને કારણે બ્રિજ નીચે રોડ પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનાથી શહેરના નાગરિકો અને મુસાફરો આ ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે.
ભીવંડી મ્યુનિસિપલ કોર્પોરેશને તે સમયે ટ્રાફિક વોર્ડન માટે આ ટ્રાફિકની સમસ્યાના ઉકેલ તરીકે કોઈ વ્યવસ્થા કરી નોહતી. જોકે, ફ્લાયઓવરનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે ભિવંડી મહાપાલિકા પ્રશાસને ફ્લાયઓવર નીચે ટ્રાફિકની સમસ્યા નિવારવા ટ્રાફિક વોર્ડનની નિમણૂક માટે રૂ.૧૬ લાખ ૩૪ હજાર ૧૭૦ નું ટેન્ડર જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ફ્લાયઓવરના નિર્માણ સમયે ટેન્ડર બહાર પાડવાનું હતું, પરંતુ ફ્લાયઓવરનું કામ પૂર્ણતાને આરે હતું ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક વોર્ડન માટે ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ નગરપાલિકા પ્રશાસન દ્વારા આ રોડ પર અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની જરૂર છે ત્યારે પાલિકા વહીવટીતંત્ર તેની અવગણના કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ નાગરિકો કરી રહ્યા છે.'


