ચેમ્બુરના લાલડોંગર વિસ્તારના રહેવાસી બાબુરાવ પ્રહલાદ સાવંત (૩૦)એ શુક્રવારે સવારે થાણેના મસુંદા તળાવમાં કૂદને આત્મહત્યા કરી લીધી હતી. નૌપાડા પોલીસે જણાવ્યું કે આ બાબતે પોલીસે અક્સ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આત્મહત્યાનું કારણ સમજી શકાયુ નથી.
નૌપાડા પોલીસને માહિતી મળી હતી કે ૦૭ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યાની આસપાસ ગડકરી રંગાયતન નાટ્યગૃહ પાસેના મસુંદા તળાવમાં એક અજાણી લાશ તરતી છે. તદનુસાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંગમ પાટીલની ટીમે થાણે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની મદદથી સવારે ૯.૩૦ વાગ્યે તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસને તળાવની દિવાલ પાસે મળેલી બેગમાંથી આધાર કાર્ડ અને બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. એક મોબાઈલ પર તેના ભાઈના અનેક મિસ્ડ કોલ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સંબંધિત નંબર પર ફોન કર્યા બાદ અને આધાર કાર્ડના આધારે જાણવા મળ્યું કે લાશ બાબુરાવની છે. તેના ભાઈ અને પિતા, બંન્ને ચેમ્બુરના ભીમવાડીના રહેવાસી, અને રિક્ષાચાલક છે. જ્યારે મૃતક મુંબઈમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગુરૂવારે સવારે ૭ વાગે રાબેતા મુજબ ઘરેથી કામે જવા નીકળ્યો હતો . જે બાદમાં રાત્રે ૯ વાગ્યા સુધી ઘરે પરત ફર્યા નોહતો. અપરિણીત બાબુરાવને ગુરુવારે રાતથી તેના ભાઈના વારંવાર ફોન આવી રહ્યા હતા. શુક્રવારે સવારે, પરિવારને તેના મૃત્યુના સમાચાર સીધા થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનથી મળ્યા. તેના બે મોબાઈલ અને બેગ તેમજ તેનો મૃતદેહ તેના પરિવારજનોને પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો છે. ઈન્સ્પેક્ટર અવિનાશ સોંડકરના માર્ગદર્શન હેઠળ સબ ઈન્સ્પેક્ટર પાટીલ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.


