ઉલ્લાસનગર મહાનગરપાલિકાના ટેક્ષ વિભાગ દ્વારા નોટિસ, સ્મરણ પત્ર વિનંતી કરવા છતાં માલમત્તા કર ની થકબાકી ભરવાનો પ્રતિસાદ ન મળતાં બુધવારે બપોરે માજી મેયર વિજયા નિમૅલના પતિ વિજય નિમૅલના નામે રહેલી માલમત્તા ઉપાયુક્ત પ્રિયંકા રાજપૂતની ઉપસ્થિતિમાં સીલ કરવામાં આવી હતી.
કેમ્પનં-૫ ખાતે આવેલી કૈલાસ કોલોની પરિસરમાં માજી મેયર નિમૅલના પતિને નામની માલમત્તા છે. ચાર વર્ષ થી આ પ્રોપર્ટી નો માલમત્તા કર ભર્યો નોહતો તેથી થકીત માલમત્તા કર ની રકમ સાત લાખ ત્રણ હજાર ૧૭૦ રૂપિયા થઈ હતી. નિમૅલને માલમત્તા કર ની રકમ ભરવા માટે વારંવાર નોટિસ,સ્મરણ પત્ર મોકલાયા હતા પરંતુ ત્યારબાદ પણ કરની થકબાકી ન ભરાતાં, બુધવારે બપોરે ઉપાયુક્ત રાજપૂતએ માલમત્તા સ્થળની મુલાકાત લઈ તેને સીલ કરવાનો આદેશ સંબંધિત અધિકારીઓને આપ્યો હતો. આ સમયે સહાયક આયુક્ત ગણેશ શિપી સહિત પ્રભાગ અધિકારી, માલમત્તા વિભાગના કર નિધૉરક જેઠાનંદ વિગેરે ઉપસ્થિત હતા.
માલમત્તા કર વસૂલાતનુ ટાર્ગેટ પુરુ કરવા માટે થકબાકી દારોની માલમત્તા સીલ કરવાની કાયૅવાહી મનપાએ શરૂ કરી છે. માલમત્તા કરની થકબાકી રકમ ભરવાની નોટિસ આવ્યા બાદ તેમણે કર ભરવા માટે કેટલોક સમય માગ્યો હતો પરંતુ તેમની માગણીને મનપાએ કચરા ટોપલી બતાવી હતી એવુ નિમૅલે જણાવ્યું અને વહેલી તકે કરની થકબાકી ભરીશ તેવુ તેમણે કહ્યું છે.


