બદલાપુર માં રહેતા વિનોદ કુમાર શ્રીનાગેશ્વર ચૌધરી (૫૦) એક અજાણી મહિલા સાથે વૉટ્સએપ મારફત ઓળખાણ થઈ હતી સદર મહિલા યુકેના મોબાઇલ નંબર ૪૪૭૪૦૪૧૫૦૩૪૬ પરથી ફરીયાદી સાથે ચેટીગ કરતી હતી આ મહિલાએ બથૅડે માટે ગીફ્ટ પાસૅલ મોકલુ છુ એવુ કહી આરોપી મહિલાએ ગીફ્ટ મોકલવાનુ ફરીયાદીને જણાવ્યું હતું.
તા ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ અજાણી મહિલાએ ૯૧૮૫૨૭૧૧૦૪૭૫ આ નંબર પરથી ફોન કરી દિલ્હી એરપોર્ટ થી બોલુ છુ તમારુ યુકે થી ગીફ્ટ પાસૅલ આવ્યું છે તે છોડાવવા માટે ઈન્ટરનેટ ઈમેઈલ કરી અલગ અલગ કારણો આપી રૂપિયા ૩૨ લાખ ૬૭ હજાર ૨૮૨ ઓન લાઇન ભરવાનુ કહી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હતી આ બાબતે બદલાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને માહિતી તંત્રજ્ઞાન કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસ ઇન્સ્પેક્ટર દત્તા ગાવડે તપાસ કરી રહ્યા છે.


