કલ્યાણ પોલીસ પરિમંડળ-૩મા વધતી જતી ચોરી અને છેતરપિંડીના ગુનાઓ થી પોલીસ પ્રશાસન પરેશાન છે. કલ્યાણ મહાત્મા ફુલે પોલીસની હદમાં આવેલા મુરબાડ રોડ પરની એક્સીસ બેન્કની સામે આવેલા ચંદ્ર શેખર પૈ ના પૈ જનરલ સ્ટોર આ કરીયાણાની દુકાનમાં તા.૨૪મી જાન્યુઆરીએ રાત્રે અજાણ્યા ચોરટાઓ દુકાનનુ શટર લૉક તોડી અંદર પ્રવેશી દુકાનમાં રાખેલ રુપયા ૪૨,૯૦૦/- નો સૂકો મેવો તફડાવી ગયા છે. મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં આ અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ડોબીવલી ઈસ્ટ માનપાડા પોલીસની હદમાં આવેલા શિલફાટા રોડપરના રુણવાલગાડૅન ના સ્ટોર રૂમમાં પાછળથી ભીંતમાં બાકોરુ પાડી સ્ટોરમા રાખેલા રૂપિયા ૩ લાખ ૩૧ હજાર આઠના ઈલેક્ટ્રીક વાયરોના ૧૨૮ બંડલો ચોરી થઇ હોવાની ફરીયાદ કંપનીના ગોતમ પાઠારેએ કરતાં પોલીસે ગુનો દાખલ કરી આ કેશની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવિનાશ ડોબરે કરી રહ્યા છે.


