પતિ-પત્ની એ મળી મૉડલ બનાવવાની લાલચ આપી એક યુવતી સાથે વિશ્ર્વાસઘાત કરી તેના રુપિયા એક લાખ ૪૪ હજારના સોનાના દાગીના હડપ કરાયા હોવાનો ગુનો માનપાડા પોલીસે દાખલ કર્યો છે.
મળેલી માહિતી મુજબ ડોમ્બિવલી ઈસ્ટના આજદે ગામે રહેતા સમીર યશવંત ભોઈર(૩૬) અને તેની પત્ની સમિક્ષા સમીર ભોઈર (૩૦) એ મળીને પોતાના ઘરે વાકલન ગામે રહેતી પ્રેરણા શિવાજી મ્હાત્રેને મૉડલ બનવા માટે મેકઅપ કરી ફોટોશૂટ કરવાનુ કહી બોલાવી હતી, આવતી વખતે ઘરેથી સોનાના દાગીના લાવવાનુ કહી વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો આ યુવતી ઘરેથી દાગીના ભરેલી પેટી લઈ આવતા ભોઈરની પત્નીએ દાગીનાની પેટી લઈ તેના બેડરૂમમાં ગઈ હતી ત્યારે તેનો પતિ પણ બેડરૂમમાં ગયો હતો થોડાક સમય બાદ બંન્ને બહાર આવી આજે મેકઅપ થઈ શકશે નહીં એવુ કહી દાગીના કાઢી લીધેલી ખાલી પેટી આ યુવતીના હાથમાં થમાવી હતી.
લીધેલા દાગીના પરત કરુ છુ એવુ કહી ખોટા આશ્ર્વાસન આપી આરોપીએ ટાઈમ પાસ કર્યા બાદ છેવટે યુવતીએ ગઈ કાલે માનપાડા પોલીસમાં ભોઈર પતિ પત્નીના વિરોધમાં ફરીયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


