ઓછા સમયમાં વધુ નફો રળી આપવાની લાલચ આપી રોકાણકારોએ એગ્રો મલ્ટી સ્ટેટ કો-ઑપ સોસાયટી લિમિટેડમા રાખેલી ફીક્સ દિપોઝીટો પરત ન કરતાં તે રકમ હડપ કરી હોવાના આરોપ હેઠળ ૨૪ નવેમ્બરની કંપનીના ચેરમેન અરુણ રઘુનાથ ગાંધી (ઉ.વ.૭૫) ને થાણા આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી છે.
ગુના શાખાએ અત્યાર સુધીમાં કરેલી તપાસમાં ગાંધી એ દસ હજાર જેટલા રોકાણકારોને ચૂનો લગાવી અંદાજે ૨૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.આરોપી હાલમાં આધારવાડી જેલમાં ન્યાયાલયીન કોટડીમાં છે.
કલ્યાણ પશ્ર્ચિમ ખડકપાડા પરિસરમાં રહેનારી રેખા ઝોપેએ કેટલીક રકમ રોકાણ કરી હતી. તેમની સાથે અન્ય રોકાણકારોએ રોકેલા ૩૫ લાખ ૩૮ હજાર ૩૫૦ રૂપિયાની છેતરપિંડી થતાં સંબંધિતોએ ડોમ્બિવલીના વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનમાં ૩૦ નવેમ્બર ૨૦૨૦ ના રોજ ફરીયાદ કરતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની તપાસ થાણા આર્થિક ગુના શાખા તરફથી શરૂ હતી. ગુનો દાખલ કર્યો ત્યારથી આરોપી ફરાર હતો. આખરે એકવર્ષ પછી થાણા ગુના શાખાએ તેની તેના થાણા ખાતેના ઘરમાંથી ધરપકડ કરી હતી. આ બાબતે ગુના શાખાના સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર શમીર શેખ આગળની તપાસ કરી રહ્યા છે.
આરોપી અરુણ રઘુનાથ ગાંધી આ થાણામાં રહે છે અને તેણે શરૂ કરેલી કંપની નુ નામ પહેલાં કાલીકાઈ એગ્રો મલ્ટી સ્ટેટ સોસાયટી એવુ હતુ તે નામ બદલીને શરૂ કરેલી કંપનીમાં રોકાણ કરવા રોકાણકારોને ઓછી મુદતમાં વધારે નફો રળી આપવાની લાલચ આપવામાં આવી હતી.


