થાણા જિલ્લા કલેકટર કચેરીના કંમ્પાઉન્ડમા આવેલ રેશનીંગ કચેરીની ઈમારત જૂની જજૅરીત થયેલ હોઈ તે પડુ પડુ થઈ રહી છે તેનુ બાંધકામ ધોખાદાયક થયેલુ હોઈ અહી સુવિધાઓ ના નામે મોટુ મિડુ છે.તેથી કમૅચારીઓ સહિત નાગરિકો વિવિધ અડચણો અને સમસ્યાઓ થી ત્રાહીમામ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
આ કાયૉલય જજૅરીત થયેલ હોવાથી પાણીની સુવિધા, સ્વચ્છતા ગૃહનો અભાવ વિગેરે સમસ્યાઓ થી અહી આવનારા નાગરિકો તેમજ કમૅચારીઓ પરેશાન છે. જોખમી ઈમારતને લીધે નાગરિકો જીવ મુઠ્ઠીમાં રાખી કચેરીએ અવર જવર કરે છે.આ કાયૉલય નુ સમારકામ કરવા માટે વારંવાર પાઠ પુરાવાઓ કરવા છતાં કામ માટે વિલંબ કરવામાં આવે છે.તેથી સમસ્યાઓમા હજૂ વધારો થાય છે.
ધોખાદાયક છાપરુ, ભિતોનુ અધુરુ સમારકામ, પંખા, પિવાનુ પાણી, શૌચાલય જેવી અનેક સમસ્યાઓ આ સમયે નિર્દેશનમાં આવી.
એકાદ ટાઇમે અહી દુર્ઘટના સર્જાઈ તો જીવીત હાનીની શક્યતા પણ છે.આ કચેરીનો એકસાથે પુનરવિકાસ માટે સરકાર સમક્ષ પાઠ પુરાવો શરુ છે. પરંતુ તેને વિલંબ થઈ રહ્યો છે. તેની નોંધ લઈ આમદાર સંજય કેળકરે બાંધકામ વિભાગના અધિકારીઓ સહિત આ ઈમારતોની મુલાકાતલઈ તુરંત તેના સમારકામ કરાવવા નુ આશ્ર્વાસન મેળવ્યુ હતુ.
દરમ્યાન સિધાવાટપ કાયૉલયમાં રેશનકાર્ડ મેળવવા દરરોજ સેંકડો નાગરિકો આવતા હોય છે. અહી આવનાર નાગરિકોને પણ અહીની અસુવિધાઓ નો સામનો કરવો પડે છે. તેથી છેલ્લા અનેક દિવસોથી આ કચેરીનુ સમારકામ કરાવવાની માંગણી થાય છે.


