મુંબઈ પ્રમાણે થાણાનો પણ કેટલાક દિવસોમાં નિણૅય આવવાની શક્યતા છે. તેથી મહાનગરપાલિકા ની હદમાંના નાગરિકોને પણ ૫૦૦ ચૌરસ ફુટના ઘરોનો માલમત્તા કર માફ થવાનો છે. પરંતુ તેના લીધે મહા નગર પાલિકાપર અંદાજે ૧૫૦ કરોડનો બોઝ પડવાનો છે.
થાણા મહાનગરપાલિકાની ૨૦૧૭ માં થયેલ ચૂંટણીટાણે સત્તાધારી શિવસેનાએ ૫૦૦ ચૌરસ ફુટના ઘરોના માલમત્તા કર માફ કરવાનુ વચન આપ્યું હતું. તે પ્રમાણે ૫૦૦ ચૌરસ ફુટના ઘરોના માલમત્તા કરમાફીનો ઠરાવ નવેમ્બરની મહાસભામાં મંજૂર કરાયો હતો. તે પ્રમાણે હવે જેનુ ચટઈ ક્ષેત્ર ૫૦૦ ચૌરસ ફુટ હશે એવા સર્વેનો માલમત્તા કર માફકરવાનો અંતિમ ઠરાવ કરવામાં આવ્યો છે તે પ્રમાણે માલમત્તા કર આ ૨૦૨૨-૨૦૨૩ આ આર્થિક વર્ષથી માફ કરવા બાબત નો ધોરણાત્મક નિણૅય લીધો છે. આને લીધે પડનારી ખોટ ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકા એ અન્ય ઉત્પન્ન સ્રોત મારફત પયૉય ઉપલ્દ કરવો એવું આ ઠરાવ માં કહ્યું છે.
દરમ્યાન આ ઠરાવ અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ડિસેમ્બરમાં મોકલી આપ્યો છે. આવનારા કેટલાક દિવસોમાં તેનાપર નિણૅય થવાનો હોવાનું કહેવાય છે.આ ઠરાવ મંજૂર થયા બાદ થાણા મહાનગરપાલિકા હદમાંના નાગરિકોને મોટો દિલાસો મળવાનો છે.
પાંચ વર્ષ પછી જાગ્યા છે, ચૂંટણીઓને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ફક્ત ૫૦૦ ચૌરસ ફુટજ કેમ ? ખાસ કોને કરમાફી મળવાની છે આ પણ ગુલદસ્તામાં છે તેમાં પણ આ નિણૅયને લીધે મનપાને ખાડામાં નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવુ જાગૃત નાગરિક મિલીન્દ ગાયકવાડ નુ કહેવુ છે.


