ડોમ્બિવલી વેસ્ટ માં આવેલ માનસીઆર્કેડ ખાતે જય મલ્હાર ફેમિલી રેસ્ટોરન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં ૨૩ લાખ ૧૪ હજાર ૩૬૦ રૂપિયાની કિંમતની ૬૨ હજાર ૫૮૩ યુનિટ વીજળી ચોરી કરી હોવાથી હોટેલ સંચાલક જીતેન્દ્ર વિનાયક મ્હાત્રેના વિરુદ્ધ મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશન, કલ્યાણ (પશ્ચિમ) ખાતે ઈલેક્ટ્રિસિટી એક્ટ, ૨૦૦૩ની કલમ ૧૩૫ હેઠળ વીજળી ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
MSEDCLના કલ્યાણ વર્તુળે વીજળી ચોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ ઓપરેશનના ભાગરૂપે, રાહુલ નગરમાં આવેલ માનસી આર્કેડ ખાતેની જય મલ્હાર ફેમિલી રેસ્ટોરન્ટના મીટરની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મીટર સીલ સાથે છેડછાડ કરી, મીટર સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આથી શંકાસ્પદ મીટર જપ્ત કરી ગ્રાહક સમક્ષ MSEDCL કચેરી ખાતે ટેસ્ટ લેબોરેટરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મીટરમાં વધારાના સર્કિટ અને નાના એન્ટેના લગાવવાથી મીટરની ઝડપ ઓછી થઈ હોવાનું તારણ બહાર આવ્યું હતું. આસિસ્ટન્ટ એન્જિનિયર સૂરજ માકોડેની ફરિયાદ પર હોટલ સંચાલક જિતેન્દ્ર મ્હાત્રેના વિરુદ્ધ પાવર ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે.
કલ્યાણ પરિમંડળના ચીફ એન્જિનિયર ધનંજય ઓંધેકર, કલ્યાણ એક મંડળ ઓફિસના અધિક્ષક ઈજનેર દીપક પાટીલના માર્ગદર્શન હેઠળ ડોમ્બિવલી ડિવિઝનના કાર્યપાલક ઈજનેર ધનરાજ બિક્કડની આગેવાની હેઠળ કાર્યકારી ઈજનેર પરાગ ઉકે અને મદદનીશ ઈજનેર સૂરજ માકોડેની ટીમે આ કાયૅવાહી કરી હતી.


