કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવોનો વિસ્ફોટ થયો છે.આજે નવા મળેલા ૧૧૭૨ પોઝિટિવોની સાથે હાલમાં કુલ સારવાર માના પેશંન્ટોની સંખ્યા ૩૦૬૮ પર પહોંચી છે રાહતના સમાચાર એછે કે છેલ્લા અઠવાડિયામાં એક પણ મૃત્યુની નોંધ નથી મોટા ભાગના પેશન્ટો ઘરેજ રહી સારવારમાં સાજા થયાના દાખલા છે પરંતુ દરરોજ પોઝિટિવ પેશંન્ટોની સંખ્યા સતત વધી રહી છે.
૧લી જાન્યુઆરીએ ૧૫૧ નવા પોઝિટિવ હતા અને કુલ પેશન્ટો ૫૮૦,૨ જાન્યુઆરીએ નવા ૨૧૪ જ્યારે કુલ ૭૫૬. ૩ જી જાન્યુઆરીએ નવા ૨૦૫ જ્યારે કુલ ૯૪૮. ૪ જાન્યુઆરીએ નવા ૪૨૨ જ્યારે કુલ ૧૩૨૮.૫ જાન્યુઆરીએ નવા ૬૧૯ જ્યારે કુલ ૧૯૨૬.આજે ૬ જાન્યુઆરીએ નવા ૧૧૭૨ જ્યારે કુલ ૩૦૬૮ થયા છે. આ અઠવાડિયા દરમ્યાન એક પણ મૃત્યુની નોંધ નથી.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોના નિયમો પાળવા ની અપિલ કરવામાં આવી રહી છે.
વધતી જતી પોઝિટિવ પેશંન્ટની સંખ્યા ને ધ્યાનમાં રાખી પ્રેસ ક્લબ કલ્યાણ, રોટરી કલબ ઓફ કલ્યાણ ના પત્રકાર દિવસ ઉજવવાના કાયૅક્રમ સહિત અનેક સંસ્થાઓએ સામેથી પોતાના કાયૅક્રમો રદ કયૉ હતા


