રેલ્વે સ્ટેશન પરિસરમાં મોટા ફેરીયાઓને થાણા મહાનગરપાલિકા પ્રશાસને અભય આપેલુ હોઈ નાના ફેરીયાઓ ઉપર નામ પુરતી કાયૅવાહી કરવામાં આવે છે. જ્યારે મનપાના અતિક્રમણ વિભાગને કમૅચારીઓ પુરા પાડનાર કાન્ટ્રાક્ટર અને ફેરીયાઓ વચ્ચે દોસ્તી થઈ ગઈ છે.તેના પરીણામ સ્વરૂપે રેલ્વે સ્ટેશન પરિસર માં ફેરીયાઓ બિન્દાસ કબજો ધરાવે છે એવી ફરીયાદ ભાજપાના નગર સેવક સંજય વાઘુલેએ થાણા મનપા માં કરી છે.
મનપાના સહાયક કમિશનર કલ્પીતા પિપળે ઉપર થયેલા હુમલા બાદ શહેરમાંના ફેરીયાઓના વિરોધમાં કઠોર કાર્યવાહીની અપેક્ષા હતી. શરુઆત માં ફેરીયાઓના વિરોધમાં કાયૅવાહી કરવામાં આવી પણ ખરી. પરંતુ આ હુમલો હવે મનપા પ્રશાસન ભૂલી ગયુ લાગે છે. વળી સ્ટેશન પરિસરમાં ૧૫૦ મીટર સુધી ફેરીયાઓને બેસવા પર હાઈ કોર્ટે બંધી ફરમાવી છે પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. તેથી પાંચ લાખ કરતાં વધુ નાગરિકોની અવર જવર કરનારા રેલ્વે સ્ટેશન પરિસરમાં ફેરીયાઓનો બિન્દાસ પથારો છે તેની તરફ આ પત્રમાં ધ્યાન દોરવામાં આવ્યું છે.
રેલ્વે સ્ટેશન પરિસર માં ના ફેરીયાઓ બાબતે મનપાને સતત ફરીયાદો કરવામાં આવે છે પરંતુ કોઈ ખાસ કાયૅવાહી કરવામાં આવતી નથી અને જ્યારે કરવામાં આવે છે ત્યારે ભાજીવાળી મહિલાઓની ટોપલીઓ જપ્ત કરવી કેટલાક નાના ફેરીયાઓનો માલ જપ્ત કરી નામ પુરતી કાયૅવાહી કરી દંડ વસૂલ કરી છોડી દેવામાં આવે છે આવી કાયૅવાહી થી ફેરીયા ઓછા કઈ રીતે થશે એવો સવાલ કમિશનર ડૉ.વિપીન શમૉને મોકલાવેલા ફરીયાદ પત્રમાં કરાયો છે.


