મળતી માહિતી મુજબ ૨૭ જાન્યુઆરીએ રાત્રે સોલાપુર થી વસઈ તરફ જઈ રહેલી ભાવનગર એક્સપ્રેસ માં એક મહિલા પ્રવાસીને કજૅત થી બદલાપુર ની વચ્ચે ચાલુ ટ્રેનમાં લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં મહિલા પ્રવાસીએ તેની પાસેનુ પસૅ આ લૂંટારાઓને ન આપતાં લૂંટારાઓએ ચાકુનો ધાક બતાવી લૂટવાનો પ્રયત્ન કર્યો તે દરમિયાન કહેવાય છે કે બોલીમાં બેઠેલા અન્ય પ્રવાસીએ રેલ્વે કંટ્રોલ રૂમ નો સંપર્ક કરતા ભાવનગર એક્સપ્રેસ કલ્યાણ રેલ્વે સ્ટેશનમાંના પ્લેટફોર્મ પર આવતાની સાથે બોગીમાના પાચેય આરોપીઓ ને ઝડપી લીધા હતા એવુ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અચૅના દુશાને એ જણાવ્યું હતું.
પકડાયેલા પાંચ આરોપીઓ પૂનાના રહેવાશીઓ હોઈ તેમાં તરબેજ મુનિર શેખ,દાનિશ અનિશ શેખ,અજય દબડે,અને નિજાદ દાઉદ શેખ સહિત એક ૧૪ વર્ષ નો ના બાલીકનો સમાવેશ થાય છે.
સર્વ આરોપી ઓને રિમાન્ડ પર લીધા હોઈ પુછ પરસ કરવામાં આવી રહી છે આ અગાઉ પણ આ પ્રમાણે લૂટ કરી છે કે કેમ ? તે અંગેની તપાસ પોલીસે હાથ ધરેલી છે.


