Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણા જિલ્લામાં વધી રહેલુ કોરોના સંક્રમણ જીલ્લા પ્રશાસનની ચિંતામાં થયો વધારો


થાણા જિલ્લામાં ધીરે ધીરે કોરોના નુ સંક્રમણ વધી રહ્યું છે. થાણા, કલ્યાણ,નવી મુંબઈ, ભિવંડી,મીરા ભાયંદર મહાનગરપાલિકા તેમજ અંબરનાથ નગર પરિષદ વિસ્તારમાં ના કોરોના પેશંન્ટોના આંકડા ઓ રાજ્ય સરકાર ની મુશ્કેલીઓ વધારી છે.

આ બાબતે સરકાર તથા સંબંધિત પ્રશાસને ગંભીરતા પૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં લેવાની ખાસ જરૂરી છે. અને સમયસર પગલાં લેવામાં નહી આવે તો  કોરોનાની ત્રીજી લહેરને રોકવી અગરી રહેશે એવુ જાણકારોનુ કહેવુ છે.

૧લી ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ થાણા જિલ્લાના ૧૪૫ નવા પેશન્ટો હતા જે આજે ૦૩ જાન્યુઆરીએ તે નવા પેશન્ટનો આંકડો ૧૮૩૦ છે. જીલ્લામાં ૧લી ડિસેમ્બરે કુલ સારવાર હેઠળ ૧૦૩૫ પેશંન્ટો હતા તે આજે ૦૩ જાન્યુઆરીએ ૫૮૧૫ પહોંચી ગયો  છે.

થાણા મનપામાં ૧લી ડિસેમ્બરે નવા પેશન્ટ નો આંકડો ૩૮ હતો જે આજે તે આકડો ૬૯૮ છે અને સારવાર હેઠળનો કુલ આંકડો એક ડિસેમ્બરે જે ૩૨૩ હતો તે આજે ૦૩ જાન્યુઆરીએ ૧૩૩૬ થયો છે.

કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમા ૧લી ડિસેમ્બરે નવા ૨૨ પેશન્ટ આવ્યા હતા જે આજે ૦૩ જાન્યુઆરીએ ૨૦૫ છે. અને સારવાર હેઠળ નો ૧લી ડિસેમ્બરે ૧૯૫ હતા જે આજે ૭૫૬ પહોંચી ગયો છે.

નવી મુંબઈમા ૦૧ ડિસેમ્બરે નવા પેશન્ટ ૩૮ હતા,  તે ૦૩ જાન્યુઆરીએ ૪૯૧ જ્યારે સારવાર હેઠળના૦૧ ડિસેમ્બરે ૨૨૯ હતા ત્યારે આજે ૦૩ જાન્યુઆરીએ ૧૯૫૩ છે.

ભિવંડી મનપામાં ૦૧ ડિસેમ્બરે નવા પેશન્ટ ૦૨ હતા તે આજે ૧૨ છે જ્યારે સારવાર હેઠળના ૦૧ ડિસેમ્બરે ૧૮ પેશંન્ટો હતા તે આજે  ૪૬ છે.

ઉલ્લાસ નગર મનપામા ૦૧ ડિસેમ્બરે નવા પેશન્ટ ૦૩ હતા તે આજે ૩૭ છે જ્યારે સારવાર હેઠળ ના ૦૧ ડિસેમ્બરે ૨૧ હતા તે આજે ૧૮૯ છે

મીરા ભાયંદર મનપામાં ૦૧ ડિસેમ્બરે નવા પેશન્ટ ૧૪ હતા તે આજે ૨૭૮ છે જ્યારે સારવાર હેઠળ ના ૦૧ ડિસેમ્બરે ૬૮ હતા તે આજે ૮૮૫ છે.

અંબરનાથ નગર પરિષદ માં ૦૧ ડિસેમ્બરે નવા પેશંન્ટો૦૧ હતા તે આજે ૩૮ છે જ્યારે સારવાર હેઠળ ના ૦૧ ડિસેમ્બરે ૨૯ હતા તે આજે ૧૬૪ છે

બદલાપુર નગર પાલિકા માં ૦૧ ડિસેમ્બરે નવા પેશન્ટ ૦૪ હતા તે આજે ૨૫ છે જ્યારે સારવાર હેઠળ ના ૦૧ ડિસેમ્બરે ૨૯ હતા તે આજે ૪૫ છે

થાણાના ગ્રામીણ વિસ્તારોમાં ૦૧ ડિસેમ્બરે નવા પેશન્ટ ૨૩ હતા તે આજે ૪૬ છે જ્યારે સારવાર હેઠળ ના ૦૧ ડિસેમ્બરે ૧૧૩ હતા તે આજે ૦૩ જાન્યુઆરીએ ૨૪૬ છે

સંપૂર્ણ થાણા જિલ્લાના કોરોના પેશન્ટ ના આંકડા ઓ પરથી જીલ્લામાં થાણા,નવી મુંબઈ, કલ્યાણ ડોમ્બિવલી,મીરા ભાયંદર, ભિવંડી મહાનગરપાલિકા તેમજ અંબરનાથ નગર પરિષદ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને જીલ્લા પ્રશાસનની ચિંતા વધારનારુ છે. 

સરકાર તથા સંબંધિત પ્રશાસને આ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરી યોગ્ય પગલાં ભરી આ સંકટને દૂર કરવા પ્રયાસો કરવા જોઈએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads