નગર સેવક, મનપા અધિકારી અને પોલીસને મળેછે હિસ્સો
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ૨૦ હજાર ગેરકાયદેસર બાંધકામો તોડવાનો નિર્ણય મહાનગરપાલિકા કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ લીધો છે પરંતુ આ ગેરકાયદેસર બાંધકામો જે અધિકારીના કાયૅકાળ દરમ્યાન ઉભા રહ્યા તેમના વિરોધમાં શુ કાયૅવાહી કરાશે આ બાબતે મનપા પ્રશાસન કઈજ કહેવા તૈયાર નથી.
ગેરકાયદેસર બાંધકામો કરનારા માફીયા તેઓ કામ કરી નિકળી જાય છે.આ ગેરકાયદેસર બાંધકામો ને સંરક્ષણ આપનારા રાજકીયપક્ષોના નેતાઓનુ કોઈ વાકુ કરી શકતુ નથી. અનધિકૃત બાંધકામો તરફ આંખ આડા કાન કરનારા અધિકારીઓ મલાઈ ખાઈ ગબ્બર થાય છે.પરંતુ પોતાની પાસેની મામુલી કમાણીમાંથી પાકુ મકાન ખરીદી કરનાર સામાન્ય, ગોર ગરીબ નાગરિકો આ કાયૅવાહીમાં બર્બાદ,બેઘર થવાના છે આ તરફ પ્રશાસને સંપૂર્ણ દૂર્લક્ષ કર્યું છે.
મહાનગરપાલિકાની હદમાં ગેરકાનૂની ચાલીઓ અને ઈમારતો મોટેપાયે ફુટી નીકળે છે. મહાપાલિકા ગેરકાનૂની બાંધકામોના લીધે પહેલેથીજ બદનામ છે. ગેરકાયદેસર ચાલીઓ અને ઈમારતો ઉભી રહેવામાં અધિકારી, ભૂમાફિયા,નગર સેવક, પોલીસ એકબીજાની મિલીભગતથી પરિસ્થિતિ વધુને વધુ વિકટ બનતી જાય છે.
હજારો ગેરકાનૂની ઈમારતોમાં ઘરો ખરીદનારા લાખ્ખો લોકોની સાથે દરરોજ છેતરપિંડી થાય છે.
મહાપાલિકા એકાદા સર્વ સામાન્ય ગ્રાહક ધર ખરીદી કરતી વખતે તે ઈમારત અધિકૃત કે અનધિકૃત તેની તપાસ કરવા જાય છે ત્યારે ભૂમાફિયાના, બિલ્ડરના દલાલ એજંન્ટ તેમને ફોન કરી ખબર આપે છે.
ગ્રાહકની દિશાભૂલ કરનારા પ્લાન તેમને બતાવવામાં આવે છે. બિલ્ડર એ ગેરકાનૂની ઈમારતો માંનો ફ્લેટ વેચાણ લીધા બાદ તે અનધિકૃતની જાણ થતાં પૈસા પાછા માંગતા તેને મારઝુડ કરવામાં આવે છે. પોલીસ તેની ફરીયાદ લેતાં નથી. આ માટે આ અધિકારી, કમૅચારીઓ ને મહિને હપ્તો અપાય છે.
અનેક શહેરોમાં મોટા ટાવર, હાઉસિંગ કૉમ્પ્લેક્સમાના ફ્લેટો આ બિલ્ડરોએ પાલીકા અને સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીને બક્ષીસ તરીકે આપ્યા છે. પહેલાં લોકોની દિશા ભૂલ કરવાની અને ન્યાયાલયે બુચ મારતા કાર્યવાહી કરી લોકોને બેઘર, બરબાદ કરવાની આ જૂલમશાહી શરુ છે.
એક માહિતી અધિકાર કાયૅકરે ગેરકાયદેસર બાંધકામોને લીધે પાછલા બે વર્ષમાં ૩૮ હજાર કરોડ રૂપિયાની મહેસૂલી આવક સરકારે ગુમાવી હોવાનું બહાર આવ્યું છે. તેમાંથી ગયા કેટલાક વર્ષમાં કેટલો મહેસૂલ ગુમાવ્યો છે તેનો અંદાજ આવશે.
મહાનગરપાલિકા ૧૫ હજાર ગેરકાયદેસર બાંધકામોને નોટીસ મોકલવાની છે આપણુ બાંધકામ અધિકૃત છે તેના પુરાવાઓ તેણે મહાનગરપાલિકામાં રજૂ કરવાના છે.


