Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

૫મી અને ૬ઠ્ઠી રેલ્વે લાઈનનો ૧૪ વર્ષનો વનવાસ થશે સમાપ્ત, ફેબ્રુઆરી મહિનામાં શરુ થશે : સાંસદ શિંદે.

આ રેલ્વે લાઇન ૧૦-૧૫-ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી નાગરિકોની સેવા માટે શરુ થશે અને  થાણાથી કલ્યાણ તરફની રેલ મુસાફરી પ્રવાસીઓ માટે વધુ આરામદાયક અને ઝડપી બનશે એવુ કલ્યાણ ના સંસદ સભ્ય ડૉ.શ્રીકાન્ત શિંદે એ કહ્યું. રવિવારે મેગા બ્લોક દરમિયાન સાંસદ ડો.શ્રીકાંત શિંદે  વાસ્તવિક કામના સ્થળે હાજર રહ્યા હતા અને ૫મી, ૬ઠ્ઠી રેલ્વે લાઇનના કામોની સમીક્ષા કરી હતી.


થાણે નજીકના રેલ્વે મુસાફરો માટે ખૂબ જ નજીક અને ટ્રેનની મુસાફરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા કલવા-દિવા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી રેલ્વે લાઇન પર અંતિમ તબક્કાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.  કલ્યાણ લોકસભા મતવિસ્તારના સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે આજે સવારે કાર્યસ્થળ પર હાજર રહ્યા હતા અને મેગાબ્લોક દરમિયાન ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. 

આ પ્રસંગે વિભાગીય રેલ્વે વ્યાવસ્થાપક શલભ ગોયલ, મુંબઈ રેલવે વિકાસ નિગમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિલાસ વાડેકર, થાણે ટ્રાન્સપોર્ટ ચેરમેન શ્રી વિલાસ જોશી તેમજ રેલવે વહીવટી વિભાગ અને મુંબઈ રેલવે વિકાસ નિગમના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલવા દિવા વચ્ચે ૫મી અને ૬ઠ્ઠી રેલ્વે લાઇનના પ્રોજેક્ટને ૨૦૦૭-૨૦૦૮ માં મંજૂરી આપવામાં આવી હતી.  જો કે, ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલા આ પ્રોજેક્ટને ૨૦૧૫-૨૦૧૬થી વાસ્તવિક રીતે વેગ મળ્યો.થાણેની રેલ્વે મુસાફરીને સરળ અને ઝડપી બનાવવા માટે સાંસદ ડૉ.શ્રીકાંત શિંદે પ્રથમ સાંસદ બન્યા બાદ સેન્ટ્રલ રેલવે બોર્ડ, રેલવે વહીવટીતંત્ર, મુંબઈ રેલવે વિકાસ નિગમ અને લોકસભામાં પણ સત્ર દરમિયાન આ પ્રોજેક્ટને આગળ ધપાવ્યો હતો.  શ્રીકાંત શિંદેએ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન, ખાડી પર પુલ બાંધવા, કોરિડોરની ગોઠવણી અને અન્ય ઘણા નાના-મોટા કામોમાં સક્રિયપણે સામેલ હતા એવી માહિતી શિંદે દ્વારા આપવામાં આવેલ.  પ્રોજેક્ટ માટે પર્યાવરણ વિભાગની મંજૂરીથી રેતીબંદર ખાતે સીઆરઝેડનો પ્રશ્ન ઉકેલાતા, ૫મી અને ૬ઠ્ઠી રેલ્વે લાઈનનું કામ ખરેખર વેગવંતુ બન્યું હતું.આજે આ પ્રોજેકટનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને પાંચમી અને છઠ્ઠી રેલ્વે લાઈનનું કામ પૂર્ણ થયું છે. ૧૦મીથી ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધીમાં આ લાઈનો ટ્રાફિક માટે ખોલવામાં આવશે.

કલવા દિવા વચ્ચે ૫મી અને ૬ઠ્ઠી રેલ્વે લાઈનનો પ્રોજેક્ટ ૯.૫ કિલોમીટર લાંબો છે અને ખાડી પરનો પુલ ૪.૫ કિલોમીટર લાંબો છે.  ખાડી પર નવા બનેલા પુલ પરના રેલ્વે ટ્રેકનું વાસ્તવિક પરીક્ષણ આજથી હાથ ધરવામાં આવનાર હોવાનું સાંસદ ડો.શિંદેએ જણાવ્યું હતું.


આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રેલવે દ્વારા વધુ ત્રણ મેગા બ્લોક લેવામાં આવશે અને તેમાંથી એક મેગા બ્લોક આવતા સપ્તાહે લેવામાં આવશે.  આનાથી ઉપનગરીય ટ્રેનોના સમયપત્રકને અસર થશે અને પરીક્ષણના સમયગાળા દરમિયાન ટ્રેન સેવા ધીમી પડશે.આ માટે નાગરિકોએ પણ વહીવટીતંત્રને સહકાર આપવા વિનંતી કરવામાં આવશે એવુ શ્રીકાંત શિંદેએ મીડિયા સામે વાત કરતા કહ્યું.

આ મેગા બ્લોક દરમિયાન નાગરિકોને અસુવિધા ન થાય તે માટે, થાણે પરિવહન વિભાગ દ્વારા આ રૂટ પર સવારે ૬ વાગ્યાથી વધારાની બસો છોડવામાં આવશે. તેમણે થાણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, અને પોલીસ એડમિનિસ્ટ્રેશનનો તેમના અથાક પરીશ્રમ માટે આભાર માન્યો હતો.

હાલમાં આ રૂટ પર ચાલતી લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો લોકલ સેવાઓને અવરોધે છે અને ઉપનગરીય ટ્રેનોની ગતિને અસર કરી રહી છે. આ બે લાઈનો ઉપલબ્ધ થવાથી આ રૂટ પર ક્યાંય ક્રોસિંગ થશે નહીં.  ઉપરાંત, લોકમાન્ય તિલક ટર્મિનસથી કલ્યાણ અને થાણેથી કલ્યાણ સુધીની લોકલ રાઉન્ડ ટ્રીપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને તેનાથી થાણે નજીકના રેલ્વે મુસાફરોને ચોક્કસપણે મોટી રાહત થશે તેવુ શિંદેએ જણાવ્યું હતું.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads