અંબરનાથમાં ૨૧ વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર થયાની ઘટના બનતાં અહી ખળભળાટ મચી ગયો છે. શિવાજીનગર પોલીસે આ ઘટના સંદર્ભે તાત્કાલિક ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના રવિવારે બપોરના સુમારે અંબરનાથના જીઆઈપી ડેમ વિસ્તારમાં બની હતી.
પીડિતા કલ્યાણની રહેવાસી છે અને અંબરનાથમાં એક દુકાનમાં કામ કરે છે. તેનો મિત્ર હનુમાન હિલમ તેના મિત્રો વિશ્વાસ મઢવી અને જાવેદ અંસારી સાથે રવિવારે જીઆઈપી ડેમ વિસ્તારમાં દારૂ પીવા બેઠો હતો. દરમિયાન હનુમાને પીડિતાને જીઆઈપી ડેમ વિસ્તારમાં બોલાવી હતી. હનુમાને તેને લેવા માટે એક મિત્રની રિક્ષા પણ મોકલી હતી. તેની સામે બેઠેલા ત્રણ મિત્રોએ દારૂ પીને તેને ડરાવવાનું શરૂ કર્યું હતું.
એટલું જ નહીં, તેણે બિયરની બોટલ તોડી નાખી હતી અને તેણીને છરી મારી દેવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ હનુમાને તેના પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેના મિત્રો વિશ્વાસ અને જાવેદ દ્વારા તેણી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ઘટના બાદ યુવતીએ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી. તેણીની ફરિયાદ મુજબ, પોલીસે તરત જ સામૂહિક બળાત્કારનો કેસ નોંધ્યો અને ત્રણેય આરોપીઓને શોધી કાઢ્યા અને તેમને હાથકડી પહેરાવી હતી.
પીડિતા પર તેના નજીકના મિત્રો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આરોપીઓની તુરંત ધરપકડ કરવામાં આવી છે એવુ શિવાજી નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર મધુકર ભોગે એ જણાવ્યું છે


