મોંઘવારીનુ સમથૅન કોઈ પણ કરશે નહીં, પરંતુ ડુંગળી બટાકા, તુવેરદાળ,મુગ દાળ આ મોંઘવારીના વિષયમાંથી આપણે બહાર આવવુ જોઈએ. ડુંગળી બટાકાના ભાવો ઓછા કરવા માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા નથી. દેશજ રહેશે નહીં તો ડુંગળી બટાકા ક્યાંથી ખરીદી કરશો એવુ વિધાન કેન્દ્રીય પંચાયત રાજ્ય મંત્રી કપિલ પાટીલે કર્યું.
કદાચિત ૨૦૨૪ સુધીમાં કઈ પણ થશે અને પાકવ્યાપ્ત કાશ્મીર ભારતમાં આવશે એવી અપેક્ષા કરવામાં કઈજ હરકત નથી. કારણ આ સર્વ બાબતો ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે છે એવુ તેમણે આ પ્રસંગે કહ્યું.
કલ્યાણ સુબેદાર વાડા કટ્ટા તરફથી યોજેલા રામભાઉ કાપસે વ્યાખ્યાન માળા કાયૅક્રમમાં પાટીલે ઉપરોક્ત ઉદગાર કાઢ્યા હતા.
કાશ્મીરમાં થી ૩૭૦ અને ૩૫ કલમ હટાવી લેતાં વિરોધીઓ એ કરેલી ટીકાઓનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પી.વ્હી.નરસિહરાવનુ ઉદાહરણ આપ્યું હતું તેની યાદ પાટીલ એઆ પ્રસંગે દેવડાવી હતી. નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે પાલુમેન્ટનુ સંયુક્ત અધિવેશન લઈ કાયદો પસારકરી લીધો તેમા એવુ નોંધાયું હતું કે કાશ્મીર દેશનીમોટી સમસ્યા છે.પાકવ્યાપ્ત કાશ્મીર તેમના તાંબામાં હોઈ આ ભાગ ભારતે લીધા શિવાય આ સમસ્યાનો ઉકેલ નહી આવે.


