અંબરનાથ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા વૂલન મિલ કમ્પાઉન્ડમાં રવિવારે સવારે એક અજાણ્યા યુવકની પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી. યુવકની ઓળખ કરતી વખતે તેનું નામ રવિ તિવારી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી, રવિનું સરનામું શોધતી વખતે, પોલીસને તે ગત રાત્રે કોની સાથે હતો તેની માહિતી મળી. પોલીસના જણાવ્યા અનુસાર સમીર આસિફ મોમીનની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી. મૃતક રવિ તિવારી અને સમીર આસિફ મોમીન વચ્ચે એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ લેવા બાબતે અનેક વખત ઝઘડા થયા હતા. ગઈકાલે સમીર મૃતક રવિને વુલન મિલ કમ્પાઉન્ડના મેદાનમાં પીવા માટે લાવ્યો હતો. રવિને ખૂબ દારૂ પીવડાવી સમીરે તેના માથામાં પથ્થર મારીને તેની હત્યા કરી નાખી હતી. દરમિયાન સમીરને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તે તપાસમાં આવશે એવુ પોલીસે જણાવ્યું હતું.
અંબરનાથમાં એક યુવકની હત્યાનો મામલો પોલીસે થોડા કલાકોમાં ઉકેલી લીધો, આરોપીને કર્યો અટક.
જાન્યુઆરી 03, 2022
0
અંબરનાથમાં એક યુવકનુ માથામાં પથ્થર મારીને ખૂન કરવામાં આવ્યું હતું. પોલીસે થોડા જ કલાકોમાં ખૂનનો પર્દાફાશ કરી આરોપીને હાથકડી લગાવી દીધી છે. કંપની સાથે લેબર કોન્ટ્રાક્ટ લેવાના વિવાદને કારણે આ હત્યા થઈ હોવાનું જાણવા મળે છે.
Tags


