કલ્યાણ આર.ટી.ઓ. કચેરી દ્વારા નિયમોનો ભંગ કરવા બાબતે ૨૬૦ વાહનચાલકો ના વિરોધમાં ઈ-ચલનોની કાયૅવાહી કરી છે. તેમાં નિયમો નો ભંગ કરનારા ૧૦૪ રિક્ષા ચાલકો નો પણ તેમાં સમાવેશ છે.
કલ્યાણ આરટીઓએ હાલમાંજ શેઅર રિક્ષા ભાડૂ જાહેર કર્યું છે. મોટાભાગના પ્રવાસીઓ આ ભાડા બાબતે અજાણ છે. કેટલાક માગૅપર રિક્ષા ચાલકો નવા શેઅર દર પ્રમાણે ભાડૂ લેછે તેમ છતાં અનેક રિક્ષા ચાલકો પહેલાં ની માફક ભાડૂ લેછે. દરમ્યાન આરટીઓએ જાહેર કરવામાં આવેલા વૉટ્સએપ નંબર પર ૪૮ વ્યક્તિઓએ ફરીયાદો કરી છે. તે ફરીયાદો ને ધ્યાનમાં લેતાં આરટીઓ અધિકારી તાનાજી ચવ્હાણ એ કાયૅવાહી શરુ કરી છે. વધુ ભાડુ આકારવુ, વધુ પ્રવાસીઓ બેસાડવા,વગર પરપીટ ગાડી ચલાવવી, ગણવેશ ન પહેરવો, વિગેરે નિયમો ભંગ કરનારા ને દંડ ફટકારવામાં આવે છે. આરટીઓએ ટ્રાફીકના નિયમો નહી પાડનારા ૧૦૪ રિક્ષા ચાલકો ને ઈ-ચલનોની રસીદ મોકલી આપી છે તે પૈકી ૧૨ ચાલકોએ દંડ ભરી દિધો છે.
ઈ-ચલનોની કાયૅવાહી થયેલા ૨૬૦ વાહન ચાલકો પૈકી ૪૧ વ્યક્તિઓએ ૧૨ લાખ ૫૭ હજાર રૂપિયા દંડ આરટીઓ કચેરીમાં ભર્યે છે.હજૂ ૧૯ લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો બાકી છે.
શેઅર માગૅપરદર જાહેર કયૉબાદ ટ્રાફીક પોલીસ એ૮૫ રિક્ષા ચાલકો ના વિરોધમાં કાર્યવાહી કરી હતી તે સતત ચાલુ રહે તેવી માગણી થઈ રહી છે.


