કોરોના સમયગાળા માં સરકારી અને ખાનગી બાલમંદિરૈ બંધ રહેવાથી,દોઢ વર્ષ કરતાં વધુ સમય નાના કુમળા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે. તે ઘરેજ રહેવાથી પાલકોએ બહુ સંખ્ય વિદ્યાર્થીઓને મોબાઇલના રવાડે ચડાવ્યા છે. આ પડેલી મોબાઇલ ની ટેવમાંથી તેઓને મુક્ત કરાવવા વિદ્યાર્થીઓને માટે બાલ મંદિરો, આગનવાડીઓના દરવાજાઓ ખોલી નાખવા અત્યંત જરૂરી છે.
કોરોનાને લીધે સરકારે રાજ્યના સર્વે બાલ મંદિરો બંધ કરાવેલ છે.બાલ મંદિરોમા બાળકો ને માસ્ક પહેરવા કે સામાજિક અંતર જાળવવુ શક્ય નથી તેની કલ્પના હોવાથી સરકાર ને આ નિર્ણય લેવો પડ્યો હતો. દોઢ વર્ષથી વધુ સમય પસાર થતાં અનેક વિધાર્થીઓ બાલમંદિર જઈ શકાયું નથી બાલમંદિર જવાની અને બેસવાની ટેવ ન રહેતાં ડાયરેક પ્લેગૃપ અથવા જૂનિયર કેજીમા વિધાર્થીઓને મુકવા કેવી રીતે એવો પ્રશ્ર્ન પાલકોને ઉભો થયો છે. વિદ્યાર્થીઓ ને શાળા એ જવાની ટેવ પાડવા માટે બાલ મંદિરો મહત્વ ની ભૂમિકા ભજવે છે. કોરોના સમયગાળામાં બાલમંદિરો બંધ રહેવા છતાં તે બાલમંદિરના કામો પહેલાં કરતાં વધુ હોવાનું બાલ મંદિર શિક્ષીકા અને સેવિકાઓનુ કહેવુ છે. કોરોના સમયગાળામાં પ્રત્યેક આગનવાડી સેવિકા અને શિક્ષીકાઓને સર્વે નુ કામ સોંપવામાં આવ્યું હતું. આગનવાડી સેવિકાઓએ અડચણરૂપ સમયમાં ખાસ ભૂમિકા ભજવી હતી હવે કોરોનાનુ સંકટ ઓછુ થયુ છે ત્યારે રાજ્ય સરકારે આગનવાડી શરુ કરવા બાબતનો વહેલી તકે નિર્ણય લેવાની અપેક્ષા છે. સરકારી આગનવાડીઓ બંધ હોવા છતાં ખાનગી આગનવાડીઓ અને પ્લેગૃપોની શાળાઓ નિયમો ને ધાબે ચડાવી શરુ છે અને સરકાર આ બાબતે કોઈ કાર્યવાહી પણ કરતી જણાતી નથી એવી ફરીયાદ આગનવાડી સેવિકાઓ કરે છે.
અભ્યાસ કરવા અથવા કઈ શિખવા બેસાડતા બાળકોનુ અભ્યાસમા મન લાગતું નથી તેમની શાળામાં જવાથીજ અભ્યાસ કરવા ની ટેવ પડે છે પરંતુ અહી શાળાઓજ બંધ છે. તેથી આ બાળકોના શિક્ષણ બાબતે સરકારે ધોરણ સ્પષ્ટ કરવુ જોઈએ એવુ પાલકોનુ કહેવુ છે.


