૪ લાખ ૫૩ હજારનો મુદામાલ જપ્ત કરાયો.
ચેઈન સ્નેચિંગ અને બાઇક ચોરીમાં માસ્ટરી કરનાર ઈરાની ગેંગના એક કુખ્યાત ચોરની કલ્યાણની કોલસાવાડી પોલીસે ધરપકડ કરી છે. કોલસાવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બશીર શેખના જણાવ્યા અનુસાર, ડીસીપી સચિન ગુંજાલ અને એસીપી ઉમેશ માને પાટીલના આદેશ પર બે પોલીસ સ્ટેશનની ચાર ટીમો બનાવવામાં આવી હતી. ખડકપાડા પોલીસના મદદનીશ પોલીસ નિરીક્ષક અનિલ ગાયકવાડે ખાતરી કરી, એપીઆઈ હરિદાસ બોચરેની ટીમે છટકું ગોઠવ્યું અને અલીહસન અફસર જાફરી નામના કુખ્યાત ચોરને પકડી પાડ્યો હતો, જે આંબિવલીમાં ભાસ્કર સ્કૂલ પાસે ઈરાની બસ્તીમાં રહેતો હતો. કોલસાવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બશીર શેખના જણાવ્યા અનુસાર, જાફરીની પાસેથી પોલીસે ૪ લાખ ૫૩ હજાર ૫૦૦ રૂપિયાનો માલ સામાન રિકવર કર્યો છે. ઈરાની વસાહતમાં રહેતો અલીહસન અફસર જાફરી નામનો આ ચેઈન સ્નેચર ઘણા દિવસોથી ફરાર હતો. તેના સાથીદાર ફારૂક અંસારી સાથે મળીને તેણે કલ્યાણ પૂર્વના તીસગાંવ, નાદિવલી રોડ, ચિંચપાડા, કોલસાવાડી, બજારપેઠ અને થાણેના વર્તકનગર, ભિવંડીના નારપોલી અને ડાયઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઝનેક ઘટનાઓને તેણે અંજામ આપ્યો છે. હાલ કોલસાવાડી પોલીસે રિમાન્ડ પર લઈ અલીહસન જાફરીની પૂછપરછ કરી રહી છે અને તેના સાથી ફારૂક અંસારીની શોધખોળ કરવામાં આવી રહી છે.


