આરક્ષણને લીધે સ્થગીત સીટોપર ૧૮ જાન્યુઆરીએ મતદાન.
જીલ્લામાં ની ૫૦ ગ્રામ પંચાયતો ની ૧૧૧ સીટોની પેટા ચૂંટણી માટે મંગળવારે ૨૧ ડિસેમ્બરે મતદાન છે. આ પહેલાં ૩૧ સીટોપર ઉમેદવારો પહેલેથી બીન વિરોધ ચૂંટાઈ આવેલા છે. ૬૪ સીટો માટે એકપણ ઉમેદવાર અરજી દાખલ નથી તેથી ફક્ત ભિવંડી માંની પાચ ગ્રામ પંચાયતોમાટે આઠ સીટો માટે મંગળવારે મતદાન થવાનું છે આ સમયે સ્થગિત કરવામાં આવેલા ઓબીસી ઉમેદવારોની જગ્યાએ હવે પ્રવગૅનો ઉમેદવાર ચૂંટણી લડવાનો છે.તે માટે ૧૮ જાન્યુઆરીએ મતદાન થવાનું છે.આ બંન્ને ચૂંટણીઓ ની મતગણતરી ૧૯ જાન્યુઆરીએ કરવામાં આવશે એવુ મામલતદાર રાજારામ તવટે એ કહ્યું છે.
ઉમેદવાર અરજી ઓની ચકાસણી બાદ ૭૯ વ્યક્તિ ચૂંટણી મેદાનમાં હતા. ૨૬ ગ્રામ પંચાયતોની ૬૪ સીટોમાટે એકપણ ઉમેદવારી અરજી દાખલ નથી. ૩૧ સીટોમાટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા તેથી ભિવંડી તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોમાટે આઠ સીટો પર મતદાન થવાનું છે.
છ ગ્રામ પંચાયતો ની આઠ સીટો ઓબીસી ઉમેદવારો માટે રિઝર્વ હતી તેમાં ભિવંડી તાલુકાની છ સીટો અને અંબરનાથ ની બે સીટો નો તેમા સમાવેશ છે પરંતુ હવે ઓબીસી પ્રવગૅના રિઝર્વેશન ને સ્થગિત કરાયું છે તેથી આ છ ગ્રામ પંચાયતો ની આઠ સીટો પર સર્વ સાધારણ ઉમેદવાર ચૂંટણી લડવાના છે. તેના માટે ૨૮ ડિસેમ્બર થી ૩ જાન્યુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકશે.અરજીઓની ૪ જાન્યુઆરીએ ચકાસણી થવાની છે. ઉમેદવારો ૬ જાન્યુઆરીએ ઉમેદવારી પાછી ખેંચી શકાશે આજ દિવસે ઉમેદવારો ને ચૂંટણી ચિન્હ સંબંધિત મામલતદાર તરફથી વિતરણ કરવામાં આવશે.
શાહપુર માની સૌથી વધુ ૧૧ ગ્રામ પંચાયતોની ૩૯ સીટો માટે એક પણ ઉમેદવાર ઉભો રહ્યો નથી તેથી અહી મતદાન થશે નહિ. આ પ્રમાણે મુરબાડની ૧૨ ગ્રામ પંચાયતો ની ૨૦ સીટો, અંબરનાથ ની બે સીટો, કલ્યાણ ની બે ગ્રામ પંચાયતો ની ત્રણ સીટો પર એક પણ ઉમેદવાર એ અરજી દાખલ ન કરતાં આ સ્થળોએ મતદાન પ્રક્રિયા પાર પડશે નહી તેથી આ ૨૬ ગ્રામ પંચાયતો ની ૬૪ સીટોપર ચૂંટણી પ્રક્રિયા પાર પડવાની નથી તે નક્કી છે.


