નજીકના સગાની એક ૧૨ વર્ષની બાળકી પર લૈંગિક અત્યાચાર કરનારા મદન વાઘે (૩૩) રહેનાર તુર્ભે,નવી મુંબઈ ને થાણાની વિશેષ પોસ્કો અદાલતના જજ વિ.વિ. વીરકરે શનીવારે પાંચ વર્ષ સખ્ખત મજૂરીની સજા સંભળાવી હતી.
પીડીત બાળકી નજીકની સગી હોવાથી તે તુર્ભે ખાતે આજ આરોપીના ઘરે રહેતી હતી. માતાને ઠાર મારવાની ધમકીઓ આપી મંદને તેના પર બીજી જાન્યુઆરી ૨૦૧૮ થી ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ આ સમયગાળા દરમિયાન ચાર વખત જબરદસ્તીથી લૈંગિક અત્યાચાર કર્યો હતો. આ પ્રકાર યાદવ નગર, આદિવાસી વાઘ્રીપાડા,ડુગર નજીક રબાળે એમ.આય. ડી.સી. ભાગમાં બન્યો હતો આ બાબતે ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રબાળે એમ.આય.ડી.સી. પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સહિત નાની બાળકીનો લૈંગિક અપરધથી સંરક્ષણ નિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આરોપી મદનની પોલીસે તાબડતોબ ધરપકડ કરી હતી. દરમ્યાન આ ખટલાની સુનાવણી ન્યાયમુંર્તિ વીરકરની ન્યાયાલયમાં ૧૧ ડિસેમ્બરે થઈ હતી આ સમયે ન્યાયાલયે આરોપી મદનને પોસ્કો કાયદા હેઠળ પાંચ વર્ષ સખ્ત મજુરીની સજા અને પાચ હજાર રૂપિયા નો દંડની સજા ફટકારવામાં આવી હતી અને દંડ ન ભરે તો બજા ૫૦ દિવસ વધારાની જેલની સજા કરવામાં આવશે એવુ કહ્યું હતું.
લૈંગિક અત્યાચાર ના પ્રકરણમાંના ફરીયાદી તથા પીડીતા બંન્ને એ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમની સાક્ષી ફેરવી હતી પરંતુ ખટલાની શરુઆત માં ન્યાયાલયમાં ૧૬૪ પ્રમાણે નોંધાયેલ પીડીતાની સાક્ષી તેમજ વૈદકીય પુરાવાઓને આધારે ન્યાયાલયે સજા ફટકારી હતી. આ સમયે સરકારી વકીલ તરીકે રેખા હરીવળેએ ૧૧ સાક્ષીઓને તપાસ્યા હતા.


