શહાપૂર, મુરબાડ, ભિવંડી તાલુકાના ૨૩ ગામોમાં વિજળી, રસ્તા નથી આ ગામો કોઈપણ નજીકના રસ્તા સાથે જોડાયેલા નથી અહીના રહેવાશીઓને આજે પણ જંગલમાંથી પગપાળા રસ્તો શોધી શહેરમાં જવુ પડે છે.
થાણા જિલ્લો ચાર હજાર ચોરસ કિલોમીટર પરિસરમાં ફેલાયેલો છે.અને તેમાં ૩૧ શહેરોનો સમાવેશ થાય છે. ગ્રામીણ ભાગના સાત તાલુકાઓમાં ૩૪૦ ગ્રામ પંચાયતોમાં ૮૦૭ ગામો આવેલા છે જ્યારે ૧૩ ગામોમાં ઓસ પડી છે. શહાપૂરના પાંચ ગાવ પાડામાં વિજળી પુરવઠો નથી અને આઠ ગામો રસ્તાથી જોડાયેલા નથી.આ પ્રમાણે ભિવંડી તાલુકાના સાત ગામપાડા અને મુરબાડ તાલુકાના ત્રણ ગામોમાં વિજળી, રસ્તા તથા પીવાના પાણીની સગવડ ન હોવાનુ શ્રમજીવી ભિવંડીના પ્રતિનિધિ સુનીલ મોને અને શહાપૂરના પ્રકાશ ખોડકાએ જણાવ્યું હતું.
પ્રશાસનને સમય સમય પર પત્ર વ્યવહાર કરી ને વિજળી,પાણી,તથા રસ્તા ની સુવિધાઓ પુરી પાડવા માટે ધ્યાન દોરવામાં આવ્યું છે.
૬- ધરણો અને સમૃદ્ધિ મહા માગૅ માટે કિંમતી જમીનો આપનારા આ ગ્રામવાસીઓના ગામોને મુખ્ય રસ્તાથી જોડીને તેનો વિકાસ સાધવાની ખાસ જરૂર છે એવુ શ્રમીક મુક્તિના ઍડ.ઈદવી તળપુળેએ કહ્યું છે.
મુરબાડથી ફ્ક્ત ચાર કિલોમીટર દૂર તળ્યાચી વાડી,ન્યાહાડી પરિસરના કોબડપાડા. અને અન્ય કેટલાક આદિવાસી પાડા તેમજ બારવી ધરણના કિનાર પટ્ટીના ગામો અને માળ પરિસરમાં નાચિવળે વિગેરે ગામોનો તેમાં સમાવેશ થાય છે.
શાહપુર તાલુકાના ગામોમાં દાપૂરમાળ (આજનુપ),આબીલવલી(ટેમો),નળા ચિવાડી (પીવડી) સુકુલી વાડી(સાકુલી),વરસવાડી(ફુગાડે)નો સમાવેશ થાય છે.
ભિવંડી તાલુકાના માલોડી કાતકરી વાડીમા વિજળી,રસ્તો,પાણી નથી. કરોળી કાતકરી વાડીમા રસ્તો નથી.શિરોળે ગાવ પાડામાં વિજળી નથી બાધીવલી કાતકરી પાડામાં,કાટઈ ઠેગુ પાડામાં તથા પારીવલીકોતી પાડામાં પણ વિજળી,પાણી, રસ્તાની સુવિધાઓ નથી.


