કુળગામ-બદલાપુર નગરપાલિકાએ માલમત્તાકરનુ પુનમુલ્યાકન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે આ પ્રસ્તાવ બાદ કરમા વધારો થવાનો છે તેથી સામાન્ય નાગરિકો તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષો એ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હોઈ કર વધારો ન કરવાની માંગણી કરી છે તેથી માલમત્તા કર વધારવાના મુદ્દે બદલાપુરનુ રાજ કારણ ગરમાયું છે.
કુળગામ બદલાપુર નગર પાલિકા એ સન.૨૦૨૧-૨૨ ના માલમત્તાકર ના બિલોમાં માલમત્તા કરનુ ફરી મુલ્યાંકન કરવા બાબતે માહિતી આપી છે. કુળગામ બદલાપુર નગર પાલિકાએ સન.૨૦૧૪-૧૫ થી ભાડવલ મુલ્ય આધારીત કર પ્રણાલી લાગૂ કરેલ હોઈ અધિનિયમ જોગવાઈ પ્રમાણે દર પાંચ વર્ષે પુનમુલ્યાકન કરવુ અપેક્ષીત હોવાથી તે પ્રમાણે ભાડવલ મુલ્ય આધારીત કરીને કરઆકારણી સુધારો કરવાની કાર્યવાહી શરૂ છે તેજ મુદ્દે રાજકીય પક્ષોએ વિરોધ કર્યો છે.
કુળગામ બદલાપુર નગર પાલિકા ના એમ.આય.ડી. સી. માંના કેટલાક કારખાના તેમજ મોટી કંપનીઙઙઓ પાસેની થકબાકી અંદાજે ૩૫ કરોડ જેટલી છે તે શિવાય અંદાજે ૧૦ ટકા માલમત્તા કરની આકારણી થયેલ નથી તેમાંથી મળનારુ ઉત્પન્ન આ કર વધારવામાથી મળનારા ઉત્પન્ન કરતાં વધારે છે. આવુ હોવા છતાં નિયમિત કર ભરનારા નાગરિકોના માથે કર વધારો કરી થકબાકી વસુલવા તરફ દૂરલક્ષ કરનારુ પાલીકાનુ ધોરણ ખોટું છે એવુ માજી ગટનેતા રાજન ઘોડપોડેનુ કહેવુ છે.
કોરોના સમયને ધ્યાનમાં લેતાં હાલ નાગરિકોની આર્થિક સ્થિતિ નો ખ્યાલ રાખી આ કર વધારો પરવડશે નહીં બદલાપુર નગર પાલિકા પ્રશાસન આ પ્રસ્તાવ પાછો ખેચે અન્યથા કૉંગ્રેસને જન આંદોલન કરવાની ફરજ પડશે એવુ બ્લોક અધ્યક્ષ સંજય જાધવનુ કહેવુ છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના શહેર પ્રમુખ આશિષ દામલે નુ કહેવુ છે કે કોરોનાને લીધે નાગરિકોની આર્થિક સ્થિતિ ખરાબ છે આવી પરિસ્થિતિમાં માલમત્તા કરમાં વધારો કરવો અન્યાયકારી ગણાશે તેથી પાલીકા પ્રશાસન આ ઠરાવ મંજૂર ન કરે.


