ચાકુનો ધાક બતાવી એક બેન્ક મેનેજર ને લૂંટી લીધો હોવાનો બનાવ ઠાકુરલી પરિસરમાં શુક્રવારની મધ્યરાત્રિ પછી બની છે.આરોપી સીસીટીવી કેમેરાના ફુટેજમાં કૈદ થઈ ગયા છે. ડોમ્બિવલી રામનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોઈ આરોપીની શોધ પોલીસ કરી રહી છે.
મુંબઈ ની એક ખાનગી બેન્ક મા મેનેજર તરીકે ફરજ બજાવતા સંતોષ કુમાર શમૉ ડોમ્બિવલી પૂર્વ ભાગના ઠાકુરલી પરિસરમાં આવેલા ચામુન્ડા ગાડૅન ઈમારતમાં રહે છે. મધ્ય રાત્રિબાદ ૦૧-૪૦ વાગે રસ્તા પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે માસ્ક પહેરીને આવેલા ચાર પાંચ યુવાનોએ તેમનો પીછો કરી ધેરી લીધા અને તેમના ગળાપર ચાકુરાખી તેમની પાસેથી બે લેપટોપ, કિંમતી મોબાઇલ, ક્રેડિટ કાર્ડ તથા એટીએમ કાર્ડ લઈ ચોરટાઓ ભાગી ગયા હતા. સંતોષ કુમાર એ આ બાબતે રામ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી છે.
લૂંટની ઘટનાબાદ ભાગી જનારા આરોપી સીસીટીવી ફૂટેજ માં દેખાય છે આ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ આગળની તપાસ કરી રહી છે. ૯૦ ફુટના રોડ પર રાત્રે ગરદુલ્લા હોય છે તેથી આ વિસ્તારમાં ચોરીની અને લૂટની ઘટના ઓમા વધારો થઈ રહ્યો છે પોલીસ ને આ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર હોવાનો મત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.


