થાણા જિલ્લાનુ નાગરીકરણ ઝડપથી વધી રહ્યું છે.તેથી અહીની બજારમાં થનારી લાખ્ખોની ઉથલપાથલને લીધે ગ્રાહકોની થતી છેતરપિંડી, ધર ખરીદતા થતો માનસિક ત્રાસ વિગેરે પ્રકારની ફરીયાદો મોટા પ્રમાણમાં વધી છે.તેનો દરરોજ નિકાલ કરવાની જરૂર છે. પરંતુ અહીના જીલ્લા ગ્રાહક ફરીયાદ નિવારણ આયોગને છેલ્લા બે વર્ષથી કાયમ સ્વરૂપી અધ્યક્ષ મળ્યો નથી નાશિકના અધ્યક્ષ પાસે તેનો પ્રભારી ચાજૅ છે. તે શુક્રવારે આવી સુનાવણી કરે છે. તેને લીધે અત્યાર સુધીમાં ત્રણ હજાર ૧૭૭ ખટલાઓ પ્રલંબિત રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
જીલ્લામાં રાષ્ટ્રીય ગ્રાહક હક્ક દિવસ શુક્રવારે ઉજવવામાં આવ્યો તેની તક સાધી થાણા સહિત પાલઘરના ગ્રાહકોની ફરીયાદો નો નિકાલ કરવાનુ જીલ્લા આયોગે કામગીરી જાણીલેતા સુનાવણીની સરખામણીમાં પ્રલંબિત ફરીયાદો ની સંખ્યા પણ મોટી જણાઈ અહીના ગ્રાહક ફરીયાદ નિવારણ આયોગને ડિસેમ્બર ૨૦૧૯ થી અધ્યક્ષજ ન હોવાની ગંભીર બાબત બહાર આવી હતી. બે વર્ષથી ખાલી રહેલા અધ્યક્ષપદની પ્રભારી જવાબદારી નાશિક ખાતેના મિલિન્દ સોનાની પાસે છે.
પ્રકરણોની સુનાવણી સોનવણે તરફથી અઠવાડિયે એકવાર શુક્રવારે ઓન લાઇન થાય છે. ત્રણ હજાર ૧૭૭ ફરીયાદો પ્રલંબિત હોવાનું પ્રબંધક ઉમેશ ચવ્હાણ એ કહ્યું છે. આ પહેલાં આયોગના બે સભાસદો તરફથી સુનાવણી થતી હતી પરંતુ નવા કાયદા મુજબ હવે અધ્યક્ષનેજ સુનાવણી કરવાનો અધિકાર મળેલો છે. તે પ્રમાણે જૂનથી સોનાવણે પાસે આયોગની પ્રભારી જવાબદારી છે.


