કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશને ૨૦૦૮ માં સાત સ્થળોએ બાંધો - વાપરો અને હસ્તાંતરણ કરો (બીઓટી) પ્રોજેક્ટ રજૂ કયૉ હતા તે પૈકી ડોમ્બિવલી ક્રીડાસંકુલોમાંની જગ્યાએ કૉમૅશિયલ ઉપયોગ માટે દુકાનો ઉભી કરવાનો પ્રોજેક્ટ હતો. ત્યાં છેલ્લા ૧૩ વર્ષ થી વિકાસ ચાલુ છે તેનો મહાનગરપાલિકા ને કોઈજ ફાયદો થયો નથી.
ક્રીડા સંકુલમાં ની જગ્યાએ વાણિજ્ય વપરાશકારો માટે દુકાનો, ગાળાઓ બાધવાના કામોનો કાયૉદેશ કડોમપાએ ૨૦૦૮ માં કોનાકૅ કંપનીને આપ્યો હતો કંપનીને આ ગાળાઓ ૩૬ મહીનામાં બાધવાના હતા. કંપની એ કામની શરૂઆત કરી તે પહેલાં ક્રીડા સંકુલની જગ્યા વાણીજ્ય વપરાશકારો માટે આપશો નહીં તે માટે અનેક ક્રીડા પ્રેમીઓ એ વિરોધ કર્યો તેમજ તે સમયે ક્રીડા સંકુલની જગ્યા ઓનુ વેપારીકરણસર કરશો નહીં શહેરમાં ક્રીડા ગણો ઓછા છે તેથી આ પ્રોજેક્ટ અન્ય સ્થળે કરવો આ મુદ્દે મનસેએ પ્રખર વિરોધ કર્યો હતો. પરંતુ આ વિરોધને ગણકાર્યા વગર પ્રશાસન પ્રોજેક્ટ શરુ રાખવા પર કાયમ રહ્યુ હતું.
વિવિધ અડચણોને લીધે પ્રોજેક્ટનુ કામ ૩૬ મહીના થવા છતાં પુરુ થયું નથી. બીજી તરફ પ્રોજેક્ટની જગ્યાએ પ્રીમિયર પેટે મનપાને કોનાકૅ કંપનીએ ૧૩ લાખ રૂપિયા ભયૉ હતા. આ પ્રોજેક્ટ ને મનપાએ બાંધકામ પરવાનગી આપી હતી. પરંતું તેને એમ.આય.ડી.સી.એ આક્ષેપ લઈ બાંધકામ પરવાનગી રદ કરી. તેમજ જગ્યાનુ અધિમુલ્ય ભરવાની માગણી મનપાને કરી હતી.
તે પ્રમાણે મનપાએ અધિમુલ્યપેટે એમ.આય.ડી.સી.ને ૧૨ કરોડ રૂપિયા ભર્યા હતા ત્યારબાદ આ પ્રોજેક્ટ ને ગતી મળવી અપેક્ષીત હતી પરંતુ મનપાએઆ પ્લોટનુ હસ્તાંતરણ કરારનામુ ન કરવાથી આ પ્રોજેક્ટ થંડા સસ્તામાં પડી રહ્યો છે. તેમજ જગ્યાનુ ફરી સર્વેક્ષણ કરાશેતો જગ્યાનુ ક્ષેત્રફળ વધુ ભરાયુ છે.
ડોમ્બિવલીમાના ક્રીડા સંકુલમાં ના બીઓટી પ્રોજેક્ટ વિવિધ અડચણોને લીધે આજે ૧૩ વર્ષે પણ અધુરી અવસ્થામાં ધૂળખાતો પડ્યો છે. કડોમપાના બીઓટી પ્રોજેક્ટોની અમલ બજાવણીઓ યોગ્ય પ્રકારે કરવામાં આવતી નથી તેથી કોકણ વિભાગના આયુક્ત મારફતે તપાસ કરવામાં આવી છે. આ વિષયે વિધી મંડળ મા પ્રશ્ર્ન પણ ઉપસ્થિત કરવામાં આવ્યો છે.


