સાંસ્કૃતિક અને સુશિક્ષિત શહેર તરીકે ઓળખ ધરાવનારા ડોમ્બિવલીમા ૧૫ વર્ષ ની અલ્પવયની છોકરીપર થયેલ સામુહિક બળાત્કાર ની ઘટનાએ આ વખતે ખળભળાટ મચાવ્યો હતો. કલ્યાણ ડોમ્બિવલી માઆ વર્ષ ભરમાં અલ્પવયની છોકરીઓ પર ૧૧ મહીનામાં પોક્સો (લૈંગિક અપરાધોથી બાળકોનુ સંરક્ષણ) કાયદા હેઠળ ૮૧ ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા હોઈ ૪૮ ઘટનાઓ બળાત્કાર જ્યારે ૩૩ ઘટનાઓ વિનયભંગ નો તેમાં સમાવેશ થાય છે. અલ્પવયની છોકરીઓ તેમજ બાલીકાઓપર અત્યાચાર કરનારા મોટાભાગના આરોપીઓ આ પરિચયના હોવાનું બહાર આવ્યું છે.
બાળ લૈંગિક અપરાધોની ઘટનાઓ નવી નથી. સમાજ માં બદનામી થશે. અત્યાચાર કરનારી વ્યક્તિ નજીકનીજ હોવાથી ગભરાઈ ને ફરીયાદ કરવા કોઈ આગળ આવતુ નથી હોતું. પોલીસ પાસે જતા ત્રાસ થશે એવો ભયપણ રાખવામાં આવતો હતો. પોલીસ વિભાગ એ અને સામાજિક સંઘટનાઓ તરફથી કરવામાં આવેલી જન જાગૃતિ બાદ નિભૅયપણે ફરીયાદો દાખલ કરવા તરફનો કલ વધ્યો હોવાનું જાણવા મળ્યું છે. કલ્યાણ પોલીસ પરિ મંડળ-૩ પરિક્ષેત્રમા ગત ૧૧ મહિનાઓમાં બળાત્કાર અને વિનયભંગ ની ઘટનાઓનો અહેવાલ લેતાં બળાત્કાર ની ૩૬ ઘટનાઓ બની છે. તે સર્વે ઘટનાઓનો ઉકેલપણ પોલીસ તરફથી કરવામાં આવ્યો છે વિનયભંગ ની કુલ ૮૭ ઘટનાઓ બની છે તે પૈકી ૭૮ ઘટનાઓને ઉકેલવામાં આવી છે.અલ્પવયની છોકરીઓ પર થયેલા બળાત્કારની ઘટનાઓ ની નોંધ ૪૮ છે. જ્યારે વિનયભંગ ની ઘટનાઓ ૩૩ બની છે.એ પ્રમાણે પોસ્કો ગુનાની નોંધ સાથે નો કુલ આંકડો ૮૧ છે. આમાની મોટાભાગની ઘટનાઓ માં આરોપીઓ પીડીતાના પરીચય માંના છે. શિક્ષક પ્રિયકર, ભાઈ, નજીક ના સગા સંબંધી, ઓળખાણ વાળી વ્યક્તિ આવા વ્યક્તિઓ તરફથી છોકરીઓ પર અત્યાચાર થતાં ૧૧ મહિનામાં બનેલી કેટલીક ઘટનાઓમાં જોવા મળ્યુ છે. તેથી શાળા ક્લાસ,પાડોશી,સગા સંબંધી, ઘર અને ઘરની આસપાસ નુ વાતાવરણ સુરક્ષિત છે કે ? એવી શંકા આ બનેલી ઘટનાઓ પરથી ઉદભવે છે. ભરોસો રાખવોતો કોના પર ? એવો પ્રશ્ન પાલકોને પડ્યો છે.


