ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન પરિસરમા જ્યાં જગ્યા મળી ત્યાં ફેરીયાઓએ તેમની પથારી પાથરી કબજો જમાવ્યો છે પહેલાંથીજ રિક્ષાવાળાઓ અને વાહનોના લીધે સ્ટેશન પરિસરમાં ટ્રાફીક જામની સમસ્યાનો સામનો કરી રહેલા નાગરિકોના ત્રાસને હવે ફેરીયાઓએ તેમા જબરદસ્ત વધારો કર્યો છે. વર્ષ આખરને લીધે બજારમાં પ્રચંડ ગરદી થઈ છે નાગરિકો ને કોરોનાના નિયમો ભુલી ગયા છે ફેરીયાઓ પણ કોરોના નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યા છે. કેળકર પથ,ઉસેકરવાડી,ડૉ.રાય રસ્તા તેમજ ઈન્દિરા ગાંધી ચૌક વિગેરે સ્થળે તેમજ ચીમની ગલ્લી, બાજીપ્રભુ ચૌક ખાતે ફેરીવાળાઓ મોટી સંખ્યામાં દેખાય છે. રામનગર ભાગમાં એસ.વી.પથ, રાજાજી પથના કેટલાક ભાગોમાં અને શિવ મંદિર પથ ખાતે ફેરીયાઓ જોવા મળે છે.
કોરોના પહેલાં કડોમપા કમિશનર એ જે રીતે શહેર ના અલગ અલગ ભાગોમાં અચાનક મુલાકાતો લઈને કાયૅવાહી કરી હતી.તેવી કાયૅવાહી પોણા બે વર્ષ માં ફરી થયેલી નથી. કમિશનર ડૉ.વિજય સૂર્યવંશી ફરી આવી કાયૅવાહી નો ધડાકો શરુ કરે તેવી માગણી નાગરિકો તરફથી કરવામાં આવી રહી છે.
પાટકર રસ્તા પર ફેરીયાઓ બેસતા નહોતા ત્યાં હવે ફરી ફેરીયાઓ બેસવા લાગ્યા હોઈ સ્ટેશન પરિસર મા જનારા નાગરિકોને તેનો ત્રાસ થાય છે, ઉસેકરવાડીમાથી પસાર થતાં નાગરિકો ને તાર પરની કસરતો કરવી પડે છે.
મોબાઈલ કવર,હેડ ફોન વિક્રેતા ઓ રસ્તા પર ધંધો કરે છે કોઈ પણ પ્રકારનુ વૈદકીય પ્રમાણ ન હોવા છતાં ખુલ્લમ ખુલ્લા ગૉગલ વેચાણ શરુ હોય છે. દંત મંજન, આખની દવાઓનુ પણ કોઈ વૈદકીય પ્રમાણ ન હોવા છતાં વેચાણ થતું હોવાનું જાણવા મળે છે આ એક પ્રકારે નાગરિકોના જીવ સાથે રમત રમાતી હોઈ આ બાબતે કોઈ વિપરીત ઘટના બનશેતો કાયૅવાહી થશે કે ? એવો સવાલ નાગરિકો તરફથી કરવામાં આવી રહ્યો છે.
થંડી વધતા હાથમોજા, સ્વેટર, મોજા,કાનની ટોપીઓ વેચનારા ફેરીયાઓ જણાઈ આવે છે. આ શિવાય ખાદ્ય પદાર્થો વેચનારાઓ ની સંખ્યા વધી છે અને તેથી સ્ટેશન પરિસર બકાલ થયુ છે તેના પર નતો વોડૅ અધિકારી નો અંકુશ છે કે નતો મહાનગરપાલિકા કમિશનરનો એવી ટીકા જાગૃત નાગરિકો તરફથી કરવામાં આવી રહી છે.


