ઉલ્લાસનગર શહેરમાંથી ભાજપાને હદપાર કરવાનાં વક્તવ્યો કલાની કુટુંબ તરફથી થતાં ભાજપના આમદાર કુમાર આયલાની, શહેર અદ્યક્ષ જમનુદાસ પુરસ્વાનીએ ગઈ કાલે પત્રકાર પરિષદ યોજી કલાની કુટુંબના સમાચાર લીધા. આવનારી વિધાનસભામાં પેરોલપરનો પ્રશ્ર્ન સહિત ગુનેગારીનો પ્રશ્ર્ન ઉઠાવવામાં આવશે એવી પ્રતિક્રિયા આમદાર આયલાનીએ આપી છે.
ઉલ્લાસ નગર ભાજપના શહેર અદ્યક્ષ જમનુદાસ પુરસ્વાનીની ઉમ્મર થઈ ગઈ છે તેઓ નવી પેઢીને નેતૃત્વ આપે, આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને શહેરમાં થી હદપાર કરવાનાં વક્તવ્યો કલાની કુટુંબ તરફથી થયા. આ વક્તવ્યોનો જવાબ આપવા માટે ભાજપના આમદાર કુમાર આયલાની, શહેર જિલ્લા અદ્યક્ષ જમનુદાસ પુરસ્વાની,નગર સેવક રાજેશ વઘારીયાએ ગઈ કાલે પત્રકાર પરિષદ યોજી હતી. પપ્પુ કલાનીની પેરોલપર છૂટકો થયા બાદ ધરે આવતા કલાની કુટુંબે રાષ્ટ્રવાદી પાર્ટીમા પ્રવેશ કર્યો છે ત્યારે ઓમી કલાની ટીમ સમાપ્ત થઈ હોઈ શહેરમાં હવે ઓમી કલાનીની જગ્યાએ પપ્પુકલાની શહેરમાં ફરતા જણાય છે. ઓમી કલાની રાજકારણમાંથી બહાર ફેંકાઈ ગયા હોઈ શહેરમાં તે ક્યાંય દેખાતા નથી તેવુ પુરસ્વાનીનુ કહેવુ છે.ઓમી કલાનીનો ઈતિહાસ શહેર વાસીયોને મોઢે છે.
આજે શિવસેનાના નેતા કલાની કુટુંબ સાથે ઉઠતા બેસતા હોય છે એવો આરોપ પુરસ્વાનીએ કર્યો જ્યારે કલાની સમર્થક મનોજ લાસીએ ભાજપ સહિત આમદાર આયલાની, શહેર અદ્યક્ષ જમનુદાસ પુરસ્વાનીનીના આડે હાથ સમાચાર લીધા અને ભાજપને શહેર બહાર હદપાર કરવાનો આરોપ કર્યો.


