આરોગ્ય તંત્રને અભિનંદન આપતાં જિલ્લા કલેકટરે રસીકરણ ઝડપી બનાવવા સૂચનાઓ આપી.
થાણા જિલ્લાએ આજે કોરોના નિવારક રસીકરણ અભિયાનમાં 1 કરોડ ડૉઝનો આંકડો પાર કર્યો છે. કોવિન પોર્ટલ અનુસાર સાંજે 5.30 વાગ્યા સુધી 44,000 જેટલા લોકોને રસી આપવામાં આવી હતી. તેથી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ રસીનાડૉઝની સંખ્યા 1 કરોડ 36 હજાર 649 થઈ છે. જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરે આ રેકોર્ડબ્રેક કામગીરી બદલ આરોગ્ય તંત્રને અભિનંદન પાઠવ્યા હતા અને રસીકરણ ઝડપી બનાવવા સૂચનાઓ આપી હતી.
જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડૉઝ 60 લાખ 61 હજાર 648 નાગરિકોને અને બીજો ડૉઝ 39 લાખ 75 હજાર નાગરિકોને આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી થાણે જિલ્લો રસીકરણમાં અગ્રેસર રહ્યો છે. દરરોજ 50,000 જેટલા નાગરિકોને રસીકરણ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં દરરોજ 450 થી 500 રસીકરણ કેન્દ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, હજુ પણ રસીકરણ ઝડપી બનાવવાની જરૂર છે એવુ કલેકટર નાર્વેકરે આરોગ્ય વિભાગને જણાવ્યું હતું.
હાલમાં થાણે જિલ્લામાં પહેલો ડૉઝ ન લેનાર લાભાર્થીઓની સંખ્યા વધુ છે પરંતુ રાજ્યની સરેરાશ કરતાં બીજો ડૉઝ લેનારાઓની સંખ્યા વધુ છે. રાજ્યમાં બીજો ડૉઝ લેનારાઓની સરેરાશ 47.84 ટકા છે અને થાણે જિલ્લામાં 52.15 ટકા છે, એમ તેમણે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે જિલ્લા સર્જન અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને રસીકરણ ઝડપી બનાવવા સૂચનાઓ પણ આપી છે.


