Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ આર.ટી.ઓ.કમર્મચારીઓનુ આજે કામબંધ આંદોલન, કારકુનની મારઝુડના વિરોધમાં કર્યું હતું આંદોલન


કલ્યાણ આર.ટી.ઓ. કચેરીના કર્મચારીઓ એ આજે લેખની બંધ આદોલન કર્યું હતું. આ આંદોલન આર.ટી.ઓ. કર્મચારીને ગઈ કાલે એજંન્ટ મારફત થયેલી મારઝૂડ ના  વિરોધમાં કરવામાં આવ્યું હતું.

મળેલી માહિતી મુજબ ગઈ કાલે આર.ટી.ઓ.કચેરીમા આવેલા એજંન્ટ મચ્છીન્દ્ર કેણી કચેરી ના પ્રિમાઈસેસમા થૂકતા કારકુન મનિષ જાધવે તેને ફટકાર લગાવી હતી અને હવે પછી થૂકીશતો તારી વરિષ્ઠ અધિકારીઓ ને ફરીયાદ કરીશ એવુ કહ્યું હતું ત્યારે ઉશ્કેરાયેલા કેણીએ મનીષને જોઈ લેવાની ધમકી આપી હતી અને સાંજે કચેરી બંધ થયા બાદ મનિષ ગેટપર આવતાં કેણી તેના સાથીદારો સાથે મનીષ જાધવને મારઝૂડ કરી ઈજાઓ પહોંચાડી હતી આ બાબતે મનીષે  ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. આ બાબતે સવારે આર.ટી.ઓ. કર્મચારીઓને જાણ થતાં મનિષના સમથૅનમા કર્મચારીઓએ લેખની બંધ આંદોલન છેડ્યું હતું અને એજંન્ટ અને તેના સાથીદારો ના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી. આ બાબતે એજંન્ટ આટલી હદે શા માટે જાય છે ? તે માટે આર.ટીઓ કર્મચારીઓ પણ તેટલાજ જવાબદાર હોવાનું નાગરિકો એ જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads