સ્મશાનમા લાઈટ, પાણી, બાકડા નથી : સુધારણા કરવા માગણી
બદલાપુરમાં રહેલી સ્મશાનગૃહની હાલત એકદમ ખરાબ છે. લાઈટ, પાણી ની સુવિધાઓ નથી. ક્યાં ય બેસવામાટેના બાકડાઓ નથી. સ્મશાનમા જવા માટે ના સારા રસ્તાઓ નથી આવી સાદી સગવડો પણ નથી આ સુવિધા ઓને અભાવે મૃતકના સગા સંબંધીઓને મોટો મન:સ્તાપ સહન કરવો પડે છે એકંદરે બદલાપુર વાસીયો અને બદલાપુર ની સ્મશાનભૂમિ ને મૃત્યુ બાદ પણ યાતનાઓ ભોગવવી પડે છે એવા શબ્દો મા નાગરિકો ટીકા કરે છે. અને આ સુવિધાઓ પુરીપાડવા માટે ધ્યાન આપવાની માંગણી નાગરિકો તરફથી કરવામાં આવી રહી છે.
બદલાપુર શહેરના વાલીવલી ગામ નજીક આવેલ સ્મશાનભૂમિ અને કાત્રપ પરિસરમાં હાઈવેને લાગીને આવેલી સ્મશાનભૂમિ તરફ હાલમાં પાલીકા એ દૂરલક્ષ કર્યું છે આ સ્મશાનભૂમિમાં સાદી લાઈટ, પાણીની પણ વ્યવસ્થા નથી.
મૃતકના સગા સંબંધીઓને અંતિમવિધિ માટે લાકડા પણ જાતે લાવવા પડે છે જ્યારે સ્મશાનભૂમિના પતરા પણ અનેક ઠેકાણે ઉડી ગયા હોઈ તેથી ગરમી અને ચોમાસામાં વરસાદ નો ત્રાસ સહન કરવો પડે છે. અને આ પ્રમાણે અગ્ની સંસ્કાર કરવાનો સમય આવે છે. વાલીવલીના સ્મશાનમા જવામાટેતો સાદો રસ્તો પણ નથી કાંટાવાળા ઝાડોમાથી પસાર થઇ સ્મશાનભૂમિ એ જવુ પડે છે તેથી આ સ્મશાનમા વધારે નહી પરંતુ મુળભુત સુવિધાઓતો ઉપલબ્ધ કરાવી આપવાની માગણી કરવામાં આવી છે.


