ચાર્જીગ સ્ટેશન નહોવા છતાં થાણામનપાએ લીધો તગલખી નિણૅય
મુંબઈ અને નવી મુંબઈ મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક બસો રસ્તાપર સુસાટ દોડીરહી છે ત્યારે ગયા અઢી વર્ષમાં થાણા મહાનગરપાલિકા તે શરુ કરી શકી નથી. જૂન૨૦૧૮ શરુ કરેલી એક માત્ર ઈલેક્ટ્રીક બસને છોડતાં થાણા મહાનગરપાલિકાના સત્તાધીશોએ અત્યારસુધીમાં એકપણ ઈલેક્ટ્રીક બસ શરુ કરી શક્યા નથી આવુ હોવા છતાં શહેરમાં આનંદ નગરનુ એક માત્ર ચાર્જીગ સ્ટેશન છોડતાં અન્ય સ્થળે ક્યાંય આવુ ચાર્જીગ સ્ટેશન નહોવા છતાં થાણા મહાનગરપાલિકા પ્રશાસને હવે ચૂંટણી ટાણે ૮૧ બસો ચલાવવામાટે ઠેકેદાર શોધવાનો શેખચલ્લી નિણૅય લીધો છે.
જીસીસી એટલે ગ્રૉસ કૉન્ટ્રૉક્ટના ધોરણે આ ૮૧ બસો લેવામાં આવવાની છે.તેમા એરકંન્ડીશન અને. સાદી બસોનો તેમા સમાવેશ છે.તેમા ૧૨ મીટરની૧૫ અને ૯ મીટરની ૨૦ એસી બસો તેમજ ૧૨ મીટરની ૧૦ જ્યારે ૯ મીટરની ૨૧ અને સાત મીટરની ૧૫ નૉન એસી બસોમળીને કુલ ૮૧ બસોનો સમાવેશ છે.વાસ્તવિકતામા પયૉવરણ દિવસનુ ઔચિત્ય સાધીને જૂન૨૦૧૮મા પહેલી બસ શરુ કરવામાં આવી.
આ કાયૅક્રમમા ફ્રાન્સના મુંબઈ ના વાણીજ્ય દૂત કચેરીના કૌન્સિલ જનરલ યેવેસ પેરીને પણ હાજરી આપી હતી તે સમયે વર્ષ ભરમાં ૧૦૦ ઈલેક્ટ્રીક બસો શરૂ કરવાનો મનસૂબો થાણા મહાનગરપાલિકા પ્રશાસને વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારની ફેમ યોજના માથી ૧૦૦ બસો અને ૨૫ ચાર્જીગ સ્ટેશન શરુ કરવાની તૈયારી થાણા મહાનગરપાલિકા એ કરી હતી પરંતુ થાણા મહાનગરપાલિકા એ અઢી વર્ષ મા આ બાબતે કઈ કરી શકી નથી.
વાસ્તવમાં ગયા વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૦સુધી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર,ગોવા, ગુજરાત અને ચંડીગઢમાં ૬૭૦ ઈલેક્ટ્રીક બસો જ્યારે મધ્ય પ્રદેશ, તામીલનાડુ,કેરળ, ગુજરાત અને પોર્ટબ્લેઅરમા ૨૪૧ ચાર્જીગ સ્ટેશન ને એફ.એ.એમ.ઈ ફેમ ઈન્ડિયા યોજનાના બીજા ટપ્પા હેઠળ મંજુરી આપી હતી. તેમા મહારાષ્ટ્ર એસ.ટી. મહામંડળ ને ૧૦૦, બેસ્ટ ને ૪૦ બસ અને નવી મુંબઈ મહાનગરપાલિકા ની પરીવહન સેવા એટલે એન.એમ. એમ.ટી.ને૧૦૦ ઈલેક્ટ્રીક બસો મંજૂર કરી હતી. પરંતુ થાણા જિલ્લાની મહત્વની એવી સ્માર્ટ સિટી યોજનામાં સહભાગી એવી થાણા, કલ્યાણ-ડોમ્બિવલી, આ મહાનગરપાલિકા ને આ પયૉવરણ પુરક બસો લેવામાટે પરિપૂર્ણ પ્રસ્તાવ રજૂઆત ન કરવાથી કેન્દ્ર સરકારે નકારી કાઢતા ફજેતી થયેલ, થાણા મહાનગરપાલિકા એ હવે પુરતા ચાર્જીગ સ્ટેશન નહોવા છતાં જીસીસી એટલે ગ્રૉસ કૉન્ટ્રૉક્ટના ધોરણે આ ૮૧ બસો લેવા માટે ઠેકેદારની શોધખોળ શરૂ કરી છે.


