ત્રણ લાખ ૪૩ હજાર ના દાગીના જપ્ત કરાયા
ઉપનગર રેલ્વે પ્રવાસમાં મહિલાના દાગીના ચોરનારી ભક્તી પરબ (૩૧, રહેનાર દિવા,થાણા ) આ મહિલા ને થાણા લૉહ માગૅ પોલીસની ગુના અન્વેષણ શાખાના પથકે ધરપકડ કરી હોવાનું પોલીસ ઉપાયુક્ત મનોજ પાટીલે જણાવ્યું છે. તેની પાસેથી ત્રણ લાખ ૪૩ હજાર રૂપિયા ના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.
દિવા પૂર્વ ભાગમા રહેનાર મીનલ ચવ્હાણ (૪૫) ૭ ડીસેમ્બર ની સવારે દીવાથી થાણા એમ સીએસટી ઉપનગર રેલ્વે પ્રવાસ દરમ્યાન મહિલાના સેકંડ ક્લાસ ડબ્બામાં ઉભા રહી પ્રવાસ કરતી હતી. તેજ સમયે અજાણી મહિલાએ તેના ખબામાં લટકાવેલી પસૅની ચેન ખોલીને સાડા ત્રણ હજાર ના દાગીના કાઢી લીધા હતા. તેમાં બે લાખ ૯૨ હજાર નુ મંગળસૂત્ર અને ત્રણ હજાર ૯૦૦ રૂપિયાની રોકડ નો તેમા સમાવેશ છે. આ ગુનો દાખલ થયા બાદ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કરી તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્ર પાટીલ ના માગૅદશૅન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશોક હોલકર, પોલીસ હવાલદાર સંદિપ ગાયકવાડ,અતુલ સાળવી,અતુલ ઘાયડે અને અમિત બડેકર વિગેરે ના પથકે દીવા સ્ટેશનમાં આવતી અપ લૉકલ(મુંબઈ તરફ જતી) રેલ્વે મા મહિલા ના ડબ્બા મા આ પ્રવાસી મહિલા નો પીછો કરતા એક શંકાસ્પદ મહિલા ને ચઢતાં જોઈ સીસીટીવી ફૂટેજ માં નિદર્શનમાં આવેલ મહિલાની રેકોર્ડ પરના આરોપી ઓ સાથે ચકાસણી કરતાં તે મહિલા ભક્તિ પરબ હોવાનું બહાર આવ્યું હતું.


