કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ના ગેરકાયદેસર બાંધકામો જમીન દોસ્ત કરવાની ઝૂંબેશ કમિશનરે હાથ ધરી છે. ગેરકાયદેસર બાંધકામો તોડતી વખતે વિરોધ કરનારાઓના વિરોધમાં સરકારી કામકાજમાં અડચણ ઉભી કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવશે એવી ચેતવણી મનપા કમિશનર ડૉ.વિજય સૂર્યવંશીએ આપી છે.
પોલીસ ઉપાયુક્ત સચિન ગુજાળ, મહા વિતરણ અને મનપા અધિકારીઓ સાથે પાછલા અઠવાડિયે થયેલી બેઠકમાં ગેરકાયદે બાંધકામો કરનારા વ્યક્તિ તેમજ વિકાસકર્તાઓની માલમત્તા પર બોઝો ચડાવી તોડીપાડવાનો ખર્ચ વસૂલ કરવા બાબત નો નિર્દેશ સૂર્યવંશીએ આપ્યો હતો. તે પ્રમાણે ગુજાળ સાથે થયેલી ચર્ચા પ્રમાણે ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે મનપાએ હવે કમર કશી છે. આવા બાંધકામો તોડતી વખતે વિરોધ કરનારાઓ પર સરકારી કામકાજ માં અડચણ ઉભી કરનારાઓના વિરોધમાં ગુના દાખલ કરવાના નિર્દેશ આદેશ કમિશનરે મનપાના સર્વે વિભાગ ના ઉપાયુક્તોને તેમજ પ્રભાગના સહાયક કમિશનરોને સોમવારે લીધેલ આઢાવા બેઠકમાં આપ્યો હતો
સર્વ પ્રભાગના સહાયક કમિશનરોએ પ્રથમ મહાનગરપાલિકા ના રિઝર્વેશન પ્લોટપરના, સરકારી પ્લોટ ઉપરના, ડી.પી. રસ્તામાં અડચણરૂપ થનારા અને ત્યારબાદ રહેવાસી મુક્ત ગેરકાયદેસર ઈમારતો પર તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવા નિર્દેશો કમિશનર એ આ પ્રસંગે આપ્યા છે.


