અંબરનાથ નગર પરિષદે શહેરમાંની ૮૦ સોસાયટી ઓને કચરાપર પ્રક્રિયા કરવા બાબતે નોટીસો ફટકારી તેમનો કચરો નહીં ઉપાડવાનો નિર્ણય લીધો છે.હવે શહેરમાંની સોસાયટીઓએ પાલીકાના વિરોધમાં આક્રમક વલણ અપનાવ્યું છે. નગરપાલિકાએ સ્વખર્ચે કેટલીક સોસાયટીઓમાં કંમ્પોસ્ટ ખાતર પ્રકલ્પ તૈયાર કર્યા હતા પરંતુ તે સર્વે ૧૪ પ્રકલ્પ બંધ હાલતમાં હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પહેલાં પાલીકાએ ભિના કચરાપર પ્રક્રિયા કરે ત્યારબાદ નાગરિકો ઉપર દબાણ કરે એવી અપેક્ષા વ્યક્ત કરી છે તેથી કચરાટોપલી પરથી સોસાયટી અને પાલીકા પ્રશાસન એક બીજાને ધેરવાની તૈયારીમાં છે.
ચાર દિવસથી અંબરનાથ નગર પાલિકાએ શહેરમાંના મોટા ગૃહ સંકુલોમાંનો ભિનો કચરો ન ઉપાડવાનો નિર્ણય લીધો છે તેથી ચાર દિવસથી આ કચરો સોસાયટીઓના કંમ્પાઉન્ડોમા પડેલો છે જ્યાં સુધી સોસાયટીઓ ભિના કચરાપર પ્રક્રિયા નહી કરે ત્યાંસુધી તેમનો કચરો ઉપાડવામાં આવશે નહીં એવી ભૂમિકા પાલીકા પ્રશાસને લીધી છે તેથી શહેરમાંની સોસાયટી ઓએ પણ પાલીકાના વિરોધમાં આરોપ કરતી દેખાય છે.
અંબરનાથ નગર પાલિકામાં ભિના કચરા પર પ્રક્રિયા કરનારો પોતાનો એક પણ પ્રકલ્પ જીવતો રાખેલો નથી લાખ્ખો રૂપિયા ખર્ચ કરીને અંબરનાથ નગર પાલિકાએ ગાડુળ ખાતર પ્રકલ્પ ઉભો કર્યો હતો પરંતુ તે પ્રકલ્પ પણ બંધ હાલતમાં છે. તેથી ફક્ત સોસાયટીઓ ઉપર દબાણો કરી નગરપાલિકા પોતાની જવાબદારી બીજાઓ ઉપર ધકેલવાના પ્રયત્નો કરતી હોવાનો આરોપ નાગરિકો કરે છે.


