થાણા,પાલઘર જિલ્લાની જિલ્લા અદાલત, અને તમામ તાલુકા અદાલતોમાં કુટુંબીક, શ્રમ અને સહકાર અદાલતોમાં શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના મંગેશ દેશપાંડેએ માહિતી આપી હતી કે કુલ ૧૦ હજાર ૬૫૮ કેસનો આ અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો જેમાંથી ૭૨૬૯ પેન્ડિંગ કેશ હતા અને ૩૩૮૯ પ્રી-ફાઈલ દાખલ થયા પહેલાના હતા.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના નિર્દેશો મુજબ, થાણે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ અને વિવાદિત કેસોનું આયોજન રાષ્ટ્રીય લોક અદાલત દ્વારા કરવામાં આવે છે. જીલ્લા સત્ર ન્યાયાધીશ એ.જે. મંત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય અદાલતમાં કુલ ૫૨ કરોડ ૪૬ લાખ ૫ હજાર ૬૪૧ રૂપિયાની રકમ સાથેના કેસોનો સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આમાં પેન્ડિંગ કેસોમાં કુલ ૪૪ કરોડ ૧૧ લાખ ૬ હજાર ૯૬૩ રૂપિયા અને પૂર્વ દાખલ કેસમાં કુલ ૮ કરોડ ૩૪ લાખ ૯૮ હજાર ૬૭૮ રૂપિયાનો સમાવેશ થાય છે.
મોટર અકસ્માત વળતરના કુલ ૨૫૫ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. પરિણામે અસરગ્રસ્તોને રૂ.૧૬ કરોડ ૭૦ લાખ ૧૯ હજાર ૭૮નું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું. આ કેસોમાંથી કુલ ૧૮૮ કેસોનો થાણે મુખ્યાલય ખાતે નિકાલ કરવામાં આવ્યો હતો અને પીડિતોને રૂ.૧૨ કરોડ ૩૧ લાખ ૩૨ હજાર ૭૮ નું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું અને થાણા ટ્રાફીક ના ૨૩ ઈ-ચલનોની વસુલીમાં કુલ રૂ.૩૩ હજાર ૪૦૦ની રકમ વસૂલ કરવામાં આવી હતી.


