Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

૫૦૦ ચોરસ ફુટના ઘરોની કરમાફી માટે આવતા વર્ષની પ્રતિક્ષા : મંજુરી માટે સરકાર દરબારે

શહેરના નાગરિકોને ૫૦૦ ચોરસ ફુટના ઘરોને માલમત્તા કર માફીનો પ્રસ્તાવ પાછલા મહિને મળેલ મહાસભામાં મંજુર થયો હતો. પરંતુ ઠરાવ કરતાં કુલ ચટઇ ક્ષેત્ર (કારપેટ) અધિક મુનિસિપલ બિલ્ટપ એવી પદ્ધતિથી જેના ઘર ૫૦૦ ચો.ફુટ સુધી આવતા હશે તેવાઓને જ કરમાફી કરવાનો ઠરાવ અંતિમ થયો હતો. આ સંદર્ભે સમાચાર પ્રસિદ્ધ થતાં સત્તાધારી શિવસેના ફરીજઇ જેઓના ઘરના ચટઇ ક્ષેત્ર ૫૦૦ ચો.ફુટનું હશે અથવા તે કરતાં ઓછું હશે એ સર્વેને નિવાસી માલમત્તા ધારકોને ૨૦૨૨-૨૩ આ આર્થિક વર્ષથી માલમત્તાકરમાં કરમાફીનો ઠરાવ ર્ક્યો છે. તેના પર મેયર નરેશ મ્હસ્કે એ સહી કરી હોઇ આવતા અઠવાડિયે તે સરકાર પાસે અંતિમ મંજુરી માટે મોકલવાના છે. થાણા મનપાની ૨૦૧૭માં થયેલ ચૂંટણી ટાણે શિવસેના એ ૫૦૦ ચોરસ ફુટન ઘરોને માલમત્તા કરમાફીનું વચન આપ્યું હતું. તેમાટે આ પ્રમાણે  ઠરાવ નવેમ્બરની મહાસભામાં ર્ક્યો. ત્યારબાદ તે અંતિમ ઠરાવ માટે કેટલીક સૂચનાઓ કરી તે પ્રમાણે ચટઇ ક્ષેત્રફળ અને ૨૦ ટકા મ્યુનિસિપલ બિલ્ટપ એ મળી જેઓનું ચટઇ ક્ષેત્ર ૫૦૦ ચોરસ ફુટ થશે એવાઓને જ કરમાફી આપવાનો ઠરાવ કરવામાં આવનાર હતો તેનો ફાયદો ઝુપડપટ્ટી અને ગેરકાયદેસર બાંધકામોમાં રહેનારાઓને વધુ થશે. ગૃહ સંકુલ માંના નાગરિકોને માત્ર તેનો લાભ નહીં મળે તેવું સ્પષ્ટ થયું હતું તેથી આવો ઠરાવ કરીશું તો ભારી પડી શકે છે તેવું સત્તાધારીઓને ધ્યાનમાં આવતાં હવે નવેસરથી ઠરાવ કરીને તે અંતિમ ર્ક્યો છે.

હવે સરેરાશ જેનું ચટઇ ક્ષેત્ર ૫૦૦ ચોરસ ફુટનું હશે એવા સર્વેને માલમત્તા કરમાફીનો અંતિમ ઠરાવ ર્ક્યો છે. તે પ્રમાણે જેઓનું ચટાઇ ક્ષેત્ર ૫૦૦ ચો.ફુટ અને તેનાથી ઓછું ક્ષેત્રફળ હશે એવા નિવાસી મિલકતોની માલમત્તાકર આ ૨૦૨૨-૨૩ આ આર્થિક વર્ષથી માફ કરવા બાબતે ધોરણાત્મક નિર્ણય લેવાયો છે. તે પ્રમાણે આમાંથી પડનારી ખોટ ભરી કાઢવા માટે મહાપાલિકાએ અન્ય ઉત્પન્ન સ્ત્રોત મારફત પર્યાય ઉપલબ્ધ કરવો એવું આ ઠરાવમાં જણાવ્યું હતું. આ સંદર્ભે કરેલ ઠરાવ આવતા અઠવાડીયે અંતિમ મંજુરી માટે સરકાર પાસે મોકલી આપવામાં આવશે તે પ્રમાણે સરકાર હવે આ ઠરાવ બાબતે શું નિર્ણય લે છે. એ જોવું મહત્વનું છે. આ પહેલાં મુંબઇમાં પણ આવો જ ઠરાવ ર્ક્યો હતો. પરંતુ સરકાર એ તે સમયે પણ ફક્ત માલ મત્તાકરમાંથી સામાન્યકર માફ ર્ક્યો હતો તેવો કઇક નિર્ણય આવશે તો તેમાં થાણાવાસીઓને કોઇ ખાસ ફાયદો થશે નહી માલમત્તાકરમાંથી થોડોક કર ઓછો થઇ બાકીનો કર ભરવોજ પડશે તેથી હવે સરકાર શું નિર્ણય લે છે તેની તરફ સર્વેનું ધ્યાન ખેચાયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads