કપડાના ગોદામોમાં શનિવારે ભયાનક આગ લાગવાની ઘટના ભિવંડીમાં બની હતી. તેમાં કોઇ જીવહાની થયેલી નથી. પરંતુ ગોદામમાં રાખવામાં આવેલ લાખ્ખો રુપિયાનું કપડૂ બળીને ખાખ થયું હતું. દરમ્યાન આગનું કારણ સમજી શકાયું નથી પૂર્ણાગ્રામ પંચાયત હદમાંના દ્રોપદી છાયા કંપાઉન્ડ પરિસરમાં કપડાના ગોદામ છે શનિવારે આ ગોદામમાં અચાનક આગ લાગી હતી. ગોદામમાં કપડાનો જથ્થો હોવાથી આગે ક્ષણભરમાં રૌદ્ર સ્વરુપ ધારણ ર્ક્યું હતું. આ ઘટનાની માહિતી મળતાં ભિવંડી અગ્નિશામક દળના બે બંબાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેઓએ આગ ઉપર નિયંત્રણ મેળવવાની શરુઆત કરી પરંતુ આગ પ્રસરાતાં અહીના પાંચ ગોદામો બળીને ખાખ થયા. ચાર થી પાંચ પાણીની ટેન્કરો મારફત ત્રણ કલાક કરાયેલા પ્રયાસો બાદ આગ ઉપર નિયંત્રણ મેળવવામાં અગ્નિશામક દળને સફળતા મળી હતી.


