બનાવટ કાગળપત્રોના આધારે નવિન મતદાર નોંધણી કરતાં બોગસ મતદાર નોંધણી પ્રકરણો ભિવંડીના ઉપવિભાગીય અધિકારી બાળા સાહેબ વાકચૌરે એ પકડી પાડયા છે આ પ્રકરણમાં બોગસ નોંધણી કરનારા છ વ્યક્તિઓ પર ગુરુવારે શાંતીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશ પ્રમાણે હાલ ભિવંડી ઉપવિભાગીય મહેસુલ કાર્યક્ષેત્રમાં નવિન મતદાર નોંધણીનો કાર્યક્રમ શરુ છે. ૧૩૭ ભિવંડી પૂર્વ વિધાનસભા મતદાર સંઘમાં નવિન મતદારોની નોંધણી ઓનલાઇન પદ્ધતિથી કરતા અબૂબકર અબ્દુલ ગફાર ચૌધરી, જ્યોત્સના જગદીશ બેરદિયા, મનીષ લાલમન કેસરી, રાધા બાગો, ગણેશ નાગેશ નક્કા અને શ્રી નિવાસ રામસ્વામી બોગાએ બોગસ કાગળપત્રો અને નિવાસી સરનામા માટે ટોરંન્ટ કંપનીનાં બોગસ વિજળી બિલો અપલોડ કરેલ હતા. કાગળપત્રની ચકાસણી કરતાં તે વ્યક્તિએ દાખલ કરેલા કાગળપત્રો બનાવટી હોવાનું પ્રાંત કચેરીના નાયબ તહસીલદાર વિઠ્ઠલ ગોસાવીની ધ્યાનમાં આવ્યું.
આ બાબતોને ગોસાવીએ વાકચૌરેના નિર્દેશનમાં લાવ્યા હતા તે પ્રમાણે વાકચૌરે બનાવટ કાગળપત્રોના આધારે મતદાર નોંધણી માટે અરજી દાખલ કરનારાઓ પર ગુના દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તે પ્રમાણે શહેરમાંના શાંતીનગર પોલીસ સ્ટેશનમાં બોગસ મતદાર નોંધણી કરનારાઓના વિરોધમાં ગુનો દાખલ કરાયો છે. આ સંદર્ભે આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શૈલેન્દ્ર મ્હાત્રે કરી રહ્યા છે.
ભિવંડીમાં બોગસ મતદાર નોંધણી થતી હોવાની માહિતી બહાર આવી છે. આ બાબતે કડક કારવાઇ કરવાની તેમજ સક્ત ધોરણ અપનાવવાની સૂચનાઓ આપેલ હોઇ હવે પછી બોગસ મતદાર નોંધણી પ્રકરણોની ઉડાણ પૂર્વક તપાસણી કરવામાં આવવાની છે.બોગસ નામો જણાતાં સંબંધિતો ઉપર ગુના દાખલ કરી કઠોર કારવાઇ કરવામાં આવશે એવું વાકચૌરે એ જણાવ્યું છે.


