ખોટી દવા આપતા દોઢવર્ષની બાળકીનુ થયુ મૃત્યુ, કલ્યાણ પૂર્વ ની ધટના, ડૉક્ટરોના વિરોધમાં ગુનો દાખલ કરાયો
ડિસેમ્બર 09, 2021
0
કલ્યાણ પૂર્વમાં દોઢ વર્ષની બાળકીએ ખોટી દવા આપવાથી જીવ ગુમાવ્યો હોવાની ઘટના નવી ગોવિંદ વાડી કચોરે વિસ્તારમાં બની હતી. પપ્પુ સાહાની દોઢ વર્ષની પુત્રી નેહા છ મહિના પહેલા અચાનક બીમાર પડી હતી. પપ્પુ તેની પત્ની મુન્ની સાથે પુત્રી નેહાને સુચનાકા વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં લઈ ગયો હતો. ત્યાંના તબીબોએ છોકરીને દવા આપી અને બીજા દિવસે બાળકીનું મૃત્યુ થયું હોવાનો સહાની પરિવારનો આરોપ છે. સહાની પરિવારનો આરોપ છે કે બાળકીનું મોત ખોટી દવા આપવાથી થયું છે. આ કિસ્સામાં, પરિવારે તો સમયે કોલસાવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે તે સમયે પોલીસે આ મામલાની અવગણના કરી હતી. ન્યાય માટે સહાની દંપતી વણવણ ફરતી હતી.અંતે, તેણે કલ્યાણ ભાજપ મહિલા અધ્યક્ષ રેખા ચૌધરીનો સંપર્ક કર્યો. તેમની સાથે સહાની પરિવારે બનેલી બધી વાત જણાવી ત્યાર પછી રેખા ચૌધરીએ સહાની પરિવારને એક વકીલ આપ્યો.આ વકીલની મદદથી સહાની પરિવારે વેલ્ફેર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.તેથી કલ્યાણ અદાલતે પોલીસને સંબંધિત ક્લિનિક સંચાલકો સામે કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ વિષયમાં કલ્યાણના કોલસાવાડી પોલીસ સ્ટેશનમાં એસ.એ.આલમ અને તાજ અન્સારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સહાની પરિવારનો આરોપ છે કે તાજ અન્સારીએ યુવતીને દવા આપી હતી. તાજ અન્સારી આ એસ. એ. આલમના લેટરપેડનો ઉપયોગ સારવાર માટે કરતો હોવાનો આરોપ થાય છે. કલ્યાણ કોલસાવાડી પોલીસે આ કેસમાં તપાસ ચાલી રહી હોવાનું કહીને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે પરંતુ કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ શું આ ડૉક્ટરોની પૂછપરછ કરશે? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હવે પોલીસ અને મ્યુનિસિપલ વહીવટી તંત્ર શું કાયૅવાહી કરે છે તે તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે.


