કલ્યાણ રેલ્વે સ્ટેશન નજીક પે એન્ડ પાર્કિંગમાં પાર્ક કરાયેલા ટુ-વ્હીલર ગુમ થઈ ગયું હતું. આ મામલામાં કલ્યાણ રેલ્વે પોલીસે પાર્કિંગ ચલાવનાર મહેશ શિંદેની ધરપકડ કરી છે. રેલ્વે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વાલ્મીક શાર્દુલે જણાવ્યું હતું કે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાનો. હુકમ ન્યાયાધીશએ આપ્યો છે.
કલ્યાણમાં રહેતો અપ્પુ દત્તા મુલુંડમાં લેન્ડ રેકોર્ડ ઓફિસમાં કામ કરે છે. તે દરરોજ ઘરેથી કલ્યાણ રેલ્વે સ્ટેશન સુધી બાઇક દ્વારા મુસાફરી કરે છે. તેઓએ કલ્યાણ સ્ટેશન પર રેલ્વે કોર્ટની સામે પે એન્ડ પાર્કમાં તેમની બાઇક પાર્ક કરી હતી. મંગળવારે તે બાઇક પાર્ક કરીને કામ પર ગયો હતો. જ્યારે તે કામ પરથી પાછો ફર્યો ત્યારે તે પાર્કિંગમાં કોઈ ટુ-વ્હીલર નોહતું. જ્યારે તેણે પાર્કિંગ ચલાવનાર મહેશ શિંદેને પૂછ્યું તો તેણે દત્તા પાસે રસીદ માંગી હતી. તેની રસીદ ગાયબ થઈ હોવાથી તેની પાસે કોઈ રસીદ નોહતી.પરંતુ પાર્કિન્ગની નોંધણી બુકમાં જુઓ, તે વિગતો બતાવશે એવુ દત્તુએ કહેતા. તે સમયે શિંદેએ દત્તાના ટુ-વ્હીલર પાર્કિંગના રજીસ્ટરમા છેકછાક કરતા પાનુ ફાડી નાખ્યુ. આ જોઈને દત્તા રેલ્વે પોલીસ સ્ટેશન દોડી ગયો. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.
સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શાદ્રુલે આ કેસમાં પાર્કિંગ ચલાવનારની ધરપકડ કરી હતી. તેના પર છેતરપિંડીથી નોંધણીના પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્ટેશન વિસ્તારમાં પે એન્ડ પાર્કિંગ શિંદે ચલાવી રહ્યો છે. રેલ્વેએ તેને પાર્કિંગ ચલાવવા દીધેલ છે કે નહી. આ સમયે તે અધિકૃત છે કે અનધિકૃત, આ સિવાય પાર્કિંગમાં સીસીટીવીની વ્યવસ્થા નથી. ઉપરાંત, આગના કિસ્સામાં સલામતીના કોઈ પગલાં નથી. જો વાહન પાર્કિંગમાં ફી ભરીને પાર્ક કરવામાં આવતું હોય તો વાહન ગાયબ થવા માટે પાર્કિંગ ચલાવનારની સંપૂર્ણ જવાબદારી છે. જો કે, આ બાબતની વધુ તપાસ કરવામાં આવશે કારણ કે તે જ પાર્કિંગ ચલાવનારે, પાર્કિંગના પુરાવાનો નાશ કર્યો તે ગંભીર બાબત છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ગુમ થયેલ બાઇકની પણ શોધ કરશે."


