વાહનચાલકો જે પ્રમાણે નિયમો પાળે છે તે પ્રમાણે રસ્તાપર ચાલનારા પાદચારીઓએ પણ નિયમોપાળવા જરૂરી છે. રસ્તો ઓળંગતી વખતે ઝેબ્રા ક્રૉસિગનો ઉપયોગ કરવો જોઈએ.સિગ્નલપર પણ કાળજી રાખવી. ગયા વર્ષભરમાં થાણા આયુક્તાલય પરિસરમાં ૭૧ પાદચારીઓનુ આકસ્મિક મૃત્યુ થયું જ્યારે ૨૩૫ પાદચારીઓ આ અકસ્માતોમાં ગંભીર જખમી થયા છે એવી માહિતી થાણા શહેર વાહતુક શાખાએ આપી છે.
મુંબઈ થાણા પૂર્વ હાઈવે હોય કે સેવા રસ્તા અથવા શહેર અંદરના રસ્તા ભરપૂર વેગથી દોડનારા વાહનો ને લીધે પાદચારીઓને અનેક વખત પોતાનો જાન ગુમાવવો પડ્યો છે. કેટલીક વખત આમાં પાદચારીઓ ની પણ ભૂલ હોય છે. રસ્તાઓ ઓળંગતી વખતે ડાબી અને જમણી બાજુએથી આવનાર વાહનોને જોઈ કાળજીપૂર્વક રસ્તો ઓળંગવો. ફુટપાથોનો ઉપયોગ કરવો. જ્યાં ફુટપાથોપર અતિક્રમણ થયુ હોય ત્યાં મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવી જરૂરી છે એવો મત સ્થાનીક નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.
શહેરના નૈપાડા,જાબળીનાકા,રાબોળી, વસંત વિહાર અને માનપાડા વિગેરે ભાગોમાં ફુટપાથો હોવા છતાં ઉપયોગી નથી તેવુ છે. અનેક ઠેકાણે અતિક્રમણ અથવા ફેરીવાળાઓએ કબજો જમાવ્યો છે તેથી પગપાડા જનારાઓને કરવુ તો શુ કરવુ એવો સવાલ ઉપસ્થિત થાય છે.
થાણા શહેરના નૈપાડામાના ગોખલે રોડ, હનુમાન મંદિર સામેનો રસ્તો, થી રેલ્વે સ્ટેશન સુધીનો રસ્તો ફેરીયાઓ અને વેપારીઓથી વ્યાપેલો હોય છે તેથી આ રસ્તા પર થી ચાલવું મુશ્કેલ બને છે.
પાદચારીઓએ રસ્તો ઓળંગતા તકેદારી રાખવી. ઝેબ્રા ક્રૉસિગ પરથીજ રસ્તો ઓળંગવો. મોટા ભાગના અકસ્માતો સિગ્નલ પર બને છે તે જોવુ જોઈએ. સ્પીડ બ્રેકર્સ પરથી કુદકા મારવાને ટાળવુ જોઈએ એકદમ સાદા નિયમોનું પાલન કરવામાં આવે તો અકસ્માતોથી બચી શકાશે એવુ થાણા વાહતુક શાખાના ઉપાયુક્ત બાળા સાહેબ પાટીલે જણાવ્યું છે.


