કલ્યાણ પ્રજારાજ ના તંત્રી તરીકે રવિ ચૌધરી
ડિસેમ્બર 08, 2021
0
થાણા જિલ્લાના કલ્યાણ શહેરમાંથી છેલ્લા ૨૬ વર્ષથી નિયમિત પ્રસિદ્ધ થનારા અને લોકપ્રીય સાપ્તાહિક કલ્યાણ પ્રજારાજના તંત્રી તરીકે ની જવાબદારી રવિ વિષ્ણુ કુમાર ચૌધરીને તાજેતરમાં સોંપવામાં આવી છે. ૧૯૯૫મા શરુ થયેલ કલ્યાણ પ્રજારાજ મહારાષ્ટ્ર રાજ્યના માન્યતા પ્રાપ્ત યાદીમાં તેનો સમાવેશ હોઈ થાણા,પાલધર, મુંબઈ તેમજ રાયગડ જીલ્લામાં તેનો ફેલાવો ધરાવે છે. રવિ ચૌધરી છેલ્લા દસ વર્ષથી કલ્યાણ પ્રજારાજના સહ તંત્રીની કામગીરી સુપેરે સંભાળી હતી અને કલ્યાણ પ્રજારાજને ન્યૂઝ પોટૅલ મારફત હજારો લોકો સુધી પહોંચાડવામા સફળ રહ્યા છે. રવિ ચૌધરી ને તેમની નવી જવાબદારી માટે ઠેરઠેર થી શુભેચ્છાઓનો વષૉવ થઈ રહ્યો છે.


