થાણા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે નવા વર્ષમાં થાણા શહેર રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવવાનો હોવાની માહિતી આગળ આવી છે. શહેરના પાંચ નગર સેવક રાષ્ટ્રવાદી નુ ઘડીયાળ કાઢી નાખવા ની તૈયારી માં હોઈ રાષ્ટ્રવાદી ને મોટો ફટકો પડવાની શક્યતા વતૉવવામા આવી રહી છે.
થાણા મહાનગરપાલિકામાં રાષ્ટ્રવાદી ના હાલ ૩૫ નગર સેવકો છે.તેમાના આઠ નગર સેવક શહેરી ભાગના છે જ્યારે બાકીના કલવા અને મુબ્રા આ પટ્ટાના છે.થાણા સહિત અન્ય મહાપાલિકા ઓની ચૂંટણીઓ આગાડી માં લડવાનુ ગૃહ નિર્માણ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ અને પાલક મંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે તે પ્રમાણે આ જવાબદારી મેયર નરશ મ્હસ્કે અને રાષ્ટ્રવાદીના શહેર અધ્યક્ષ આનંદ પરાંજપેને સોંપવામાં આવી છે આનાથી રાષ્ટ્રવાદી મા મોટી સુરંગ લાગવાની શક્યતા વધી છે.
આવ્હાડની નજીક રહેલા એક નગરસેવક સાથે વિવાદ થતાં સંબંધિત નગર સેવક નારાજ થયો હોવાની માહિતી છે.તેની સાથે શહેરની એકજ પેનલના ચાર નગર સેવકો પોતાનો અલગ જૂથ બનાવવાના હોવાની માહિતી સુત્રોએ આપી છે. શિવસેના ની તેમને ઓફર હોઈ ભાજપ પણ તેમને ખેચવાના પ્રયત્નો કરવામાં લાગી છે.
બે વર્ષ થી રાષ્ટ્રવાદી મા ખદખદ ચાલુ છે પક્ષમાં બે જૂથ હોવાનું અનેક વખત બહાર આવ્યું છે તેથી કેટલાક નગર સેવક પક્ષ છોડવાની તૈયારી કરી રહ્યા છે શહેર અદ્યક્ષ તરીકે પરાંજપે એ કોઈ પ્રકારની છાપ ઉપસાવી નથી સળંગ પાંચ વર્ષ તેમની પાસે જ પદ કેમ ? પાલીકામા વારં વાર કલવા અને મુબ્રાનાજ નગર સેવકોને સ્થાન શા માટે અપાય છે એવા સવાલો કરવામાં આવે છે. શિવાય આવ્હાડ શહેરમાં ના નગર સેવકોનુ સાભળતા નથી તેવુ કહેવાય છે.
રાષ્ટ્રવાદી ના શહેર અદ્યક્ષ આનંદ પરાંજપે નુ કહેવુ છે કે એક પણ નગર સેવક પક્ષ છોડીને જવાનો નથી અને આવી કોઈ માહિતી મારી પાસે હાલમાં નથી શિવાય મારી માટે કોઈ ની કોઈ પ્રકારની નારાજગી નથી.


