અંબરનાથ શહેર સાથે સંકળાયેલા ગ્રામીણ વિસ્તારોમાં ફરી દિપડાએ ધમાચકડી મચાવી છે. નાલંબી ગામે બુધવાર ની રાત્રે ગાયોના ત્રણ વાછરડા નો શિકાર કર્યો છે. તેના લીધે ગ્રામ વાસીયોમા દહેશતનુ વાતાવરણ ફેલાયું છે.
અંબરનાથ નજીકના નાલંબી ગામે રહેનાર ક્રીસ્ટીયાનો પિન્ટો દૂધનો ધંધો કરે છે ગામની બહાર તેનો ગાયોનો તબેલો છે આ તબેલામાં ગુરુવારે વહેલી સવારે દિપડાએ ગાયના ત્રણ વાસરડાઓનો શિકાર કર્યો આ સમયે અન્ય બે ગાયો પણ તબેલામાં બાધેલી હતી પરંતુ ત્રણ વાછરડાઓનો શિકાર કરી દિપડો ભાગી ગયો હતો.સવારે વન વિભાગના કર્મચારીઓ પહોંચી પંચનામુ કર્યું. આશ્ર્ચર્ય જનક વાત એ કે ક્રીસ્ટીયાનો પિન્ટો એ કેટલાક દિવસ પહેલાં દિપડાના ભયને લીધે તેની ૧૦ ગાયો બીજા ગામના લોકો ને દાનમાં આપી દીધી હતી અને બે ગાય અને ત્રણ વાછરડા પોતાની પાસે રાખ્યા હતા હવે તે વાછરડાઓનો દિપડો શિકાર કરી ગયો છે.
મહિનાથી દિપડાએ અંબરનાથ શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ધમાચકડી મચાવી છે અત્યાર સુધી મા દિપડાએ વાસંત અને નાલંબીગામ મળીને ૬ પાળેલા જનાવરોનો શિકાર કર્યો છે.ભિસોળપાડા ખાતે બુધવારે બપોરે ૧૨ વાગ્યા ના સુમારે ચરવા ગયેલી ગાયો પર દિપડાએ હુમલો કર્યો હતો અન્ય ગાયો દોડી આવ્યા બાદ દિપડો ભાગી ગયો હતો.


